________________
શેઠ આ૦ ની પેઢીને ઇતિહાસ શ્રીમાન જિનવિજ્યજીનું આ કથન શત્રુજ્ય ઉપર પ્રાચીન સ્થાપત્યના અવશેષો નહીં મળવાના કારણને બુદ્ધિગમ્ય અને માની શકાય એવો ખુલાસે આપે છે, એ જોઈ શકાય છે.
વળી, કર્નલ ટોડના કથનના અનુસંધાનમાં, એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, જેમ કેઈ સ્થાપત્યની પ્રાચીનતાને સમજવા કે પુરવાર કરવા માટે શિલાલેખ એ ઉત્તમ અને અકાટ સાધન લેખાય છે તેમ, કોઈ સ્થાપત્યને શિલાલેખ ખોવાઈ ગયો હોય કે ભૂંસાઈ ગયો હોય તે છેવટે, પુરાતત્ત્વવિદ્યાના નિષ્ણાત ઈમારતનું શિલ્પકામ જોઈને પણ એની પ્રાચીનતા કે અર્વાચીનતાને, મોટે ભાગે, યથાર્થ નિર્ણય કરી શકે છે. ઉપર “કર્નલ ટેડના આ કથનને કેટલું વજૂદ આપવું એ વિચારણીય છે” એમ જે સૂચવવામાં આવ્યું છે તેનું એક અને મુખ્ય કારણ આ જ છે. આ શિલાલેખ આ પ્રમાણે છે– [1] મધુસુવિચ પુveીવા જ મી. ध्यात्वा शत्रुजये शुद्धयत्सल्लेस्या(श्या)ध्यानसंयमैः ॥ श्रीसंगमसिद्धमुनिर्विद्याध [2] रकुलनभस्तलमृगांकः । दिवसैश्चतुर्भिरधिकैर्मासमुपोष्याचलितसत्त्वः ॥ धर्षसहस्रे षष्टयाचतुरन्वितयाधिके दिवमगच्छत् । [3] સોમનિ પ્રિયામાને દિતલામ | अम्मैयकः शुभं तस्य श्रेष्ठिरोधैर्यकात्मकः । पुण्डरीकपदासंगि चैत्यमेतदचीकरत् ॥ આ પ્રસંગની કથા પાંચમા પ્રકરણની આઠમા નંબરની પાદોંધમાં આપવામાં આવી છે. મહામંત્રી વસ્તુપાળને સ્વર્ગવાસ થયાના બે સંવત મળે છે. એક વિસં. ૧૨૯૬ અને બીજો વિ. સં. ૧૨૯૮. વિ. સં. ૧૨૯૬ને ઉલેખ “વસંતવિલાસ' નામના કાવ્યમાં આપવામાં આવેલ છે. આ કાવ્યની રચના ચંદ્રગચ્છીય શ્રી હરિભદ્રસૂરિના પટ્ટધર અને મહામંત્રી વસ્તુપાલના સમકાલીન બાલચંદ્રસૂરિએ કરેલ છે. આ કાવ્યમાં મહામંત્રી વસ્તુપાલનાં ધર્મ કાર્યોની પ્રશસ્તિ કરવામાં આવેલ છે. વળી, આ કાવ્યના ચૌદમા સર્ગના સાડત્રીસમા શ્લોકમાં વસ્તુપાળના સ્વર્ગવાસની સાલ આપવા ઉપરાંત મહિને, તિથિ અને વાર પણ આપવામાં આવેલ છે. આ ઉલ્લેખ પ્રમાણે વસ્તપાળનો સ્વર્ગવાસ વિસં. ૧૨૯૬ માહ શુદિ પાંચમ (વસંતપંચમી) ને રવિવારના રોજ થર્યો હતે. વળી આ કાવ્યના ચૌદમા સર્ગના એકાવનમાં કલાકમાં જણાવ્યા મુજબ, મહામંત્રીને સ્વર્ગવાસ, અંકેવાળીઆ ગામમાં કે બીજા કોઈ સ્થાનમાં નહીં પણ. ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર જ થયે હતો. કવિ બાલચંદ્રસૂરિએ આ કાવ્યની રચના કયારે કરી હતી એને સંવત તે કાવ્યમાં નેણે નથી; પણ કવિએ આ કાવ્યની
૩૦.
- ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org