________________
ર)
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
૫૯ (૩) શ્રી શત્રુંજય તીર્થને વહીવટ અમદાવાદ શહેરના સંઘના અગ્રણીઓના હાથમાં આવી ગયો હતો.
આવી અનુકૂળ પરિસ્થિતિનું સર્જન થવાને કારણે શ્રી શત્રુંજય તીર્થના વહીવટમાં એકંદર સ્થિરતા અને નિશ્ચિતતા આવી ગઈ હતી. અને એ રીતે સવાસ-દસે વર્ષ સુધી શાંતિથી બધે કારોબાર ચાલતો રહ્યો હતો. આ પછી પણ તીર્થાધિરાજના વહીવટની બાબતમાં ડીક વિશેષ અનુકૂળતા થાય એવા બે પ્રસંગ બન્યા, તે આ પ્રમાણે છે.... - વિક્રમની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં (સને ૧૮૦૮ની સાલમાં), એક બાજુ કર્નલ વૈકરના સેટલમેન્ટ પ્રમાણે કાઠિયાવાડમાં અંગ્રેજ રાજસત્તાના અમલની શરૂઆત થઈ તો બીજી બાજુ, ગોહેલ રાજવી પૃથ્વીસિંહના વખતમાં, આ પરગણાની રાજધાની ગારિયાધારથી બદલીને પાલીતાણા શહેરમાં સ્થાપવામાં આવી અને વધારામાં, આ અરસામાં, આ તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી જ ચાલવા લાગ્યો હતે.
આમ થવાને લીધે, જ્યારે જ્યારે શ્રી શત્રુંજય તીર્થનો વહીવટની બાબતમાં પાલીતાણું રાજ્ય સાથે જૈન સંઘને એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વાંધો પડ કે ઝઘડે ઊભે થતી ત્યારે, પહેલાં તે રાજ્ય સાથે વાટાઘાટો ચલાવીને એને નિકાલ લાવવા પ્રયત્ન કરવામાં આવતે; પણ જ્યારે એવા પ્રયત્નનું ધાર્યું પરિણામ ન આવતું અને એ નિષ્ફળ જતા, ત્યારે અંગ્રેજ સરકારને દરમિયાનગીરી કરવાની વિનંતી કરવામાં આવતી. આવી વિનંતી, મોટે ભાગે તે, જૈન સંઘ તરફથી જ થતી છતાં, ક્યારેક ક્યારેક, પાલીતાણાના દરબારશ્રી તરફથી પણ આવી દરમિયાનગીરીની માગણી કરવામાં આવતી. આ હકીકતની સાક્ષી અંગ્રેજ સરકારના પ્રતિનિધિની દરમિયાનગીરીથી સધાયેલ સંખ્યાબંધ સમજૂતીએ, સમાધાનો અને કરારના દસ્તાવેજો પૂરે છે. સને ૧૮૨૧માં (વિ. સં. ૧૮૭૮માં) પાલીતાણા રાજ્યને, રપ નિમિત્તે વાર્ષિક રૂ. ૪૫૦૦/ આપવાને, દસ વર્ષની મુદતને, બીજે કરાર, જૈન સંઘની વતી, શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી અને પાલીતાણાના દરબાર ગોહેલ કાંધાજી વચ્ચે, તે વખતના કાકિયાવાડના પિલિટિકલ એજન્ટ કેપ્ટન આર. ખાનવેલની દરમિયાનગીરીથી જ થયે હતા. (આ અસલ દસ્તાવેજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદના દફતરમાં સુરક્ષિત છે, અને એની છબી આ પુસ્તકમાં આપવામાં આવી છે.)
આ ઉપરથી એ પણ ફલિત થાય છે કે, શ્રી શત્રુંજય તીર્થની બાબતમાં પાલીતાણા રાજ્ય અને શ્રી જૈન સંઘ વચ્ચે અર્થાત્ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે ક્યારેક ક્યારેક મતભેદ કે ફૂલેશનું નિમિત્ત ઊભું થયા કરતું હતું.(આ અંગેની નેંધપાત્ર વિગતો પાલીતાણું રાજ્ય સાથેના કેટલાક ઝઘડા” એ નામે અગિયારમા પ્રકરણમાં આપવામાં આવી છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org