________________
૩૬
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ અનુભવી રહ્યો અને આ મહત્સવમાં ભાગ લેવા માટે અનેક ગામોના સંઘો પાલીતાણામાં સમયસર પહોંચી ગયા. ચારે કોર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રવર્તી રહ્યું. નગરમાં જાણે માનવ મહેરામણ હિલોળા લેવા લાગ્યું.
પ્રતિષ્ઠાને સર્વઆનંદકારી દિવસ આવી પહોંચે. બધા સંઘે ગિરિરાજ ઉપર સમયસર પહોંચી ગયા અને શુભ મદ આદિ દેવ ભગવાન ઋષભદેવના જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રેષ્ઠી જાવડશા અને શેઠાણી સુશીલાના હર્ષની આજે કઈ અવધિ ન હતી. તેઓ અસીમ ઉલ્લાસમાં તરબોળ બનીને શિખર ઉપર ધજદંડ ચડાવવા જિનપ્રાસાદની ઉપર ગયાં. સંધ પણ એમની સાથે ગયે. ધજાદંડ ચડાવીને તેઓ એવાં ભાવવિભોર અને રોમાંચિત બની ગયાં હતાં કે દિન-દુનિયા અને પિતાના જીવનને પણ ખ્યાલ વીસરીને તેઓ આનંદ-સમાધિમાં લીન થઈ ગયાં હતાં અને એમના રોમરોમમાંથી પરમાત્માએ કરેલ ઉપકારના ધબકારા ગાજી રહ્યા હતા.
તેઓ પરમાત્માના સ્મરણમાં એવાં એકાગ્ર થઈ ગયાં હતાં કે એમને નીચે ઊતરવાને પણ ખ્યાલ જ ન રહ્યો. સંધ ધીરે ધીરે નીચે આવી ગયો અને શ્રેષ્ઠીયુગલ નીચે આવી પહોંચે એટલે એમનું બહુમાન કરવાની ધન્ય ક્ષણની રાહ જોઈ રહ્યો. પણ મિનિટ ઉપર મિનિટ વીતવા છતાં શ્રેષ્ઠીયુગલ નીચે ન આવ્યું, ત્યારે સંધના મોવડીઓ એમને નીચે બેલાવી લાવવા ફરી જિનપ્રાસાદની ઉપર ગયા. ત્યાં એક અલૌકિક દૃશ્ય જોઈને તેઓ બધા સ્તબ્ધ થઈ ગયા. તેઓએ જોયું કે, શ્રેષ્ઠી જાવડશા અને સુશીલા શેઠાણી, જિનપ્રાસાદના શિખરની પાસે જ, પ્રભુને વંદન કરવાની મુદ્રામાં, સ્વર્ગવાસી થઈ ગયાં હતાં ! એમની પવિત્ર કાયાને અને દિવ્ય ભાવનાને વંદના કરી શ્રીસંઘ કૃતાર્થ થયે !
આ છે શ્રેષ્ઠી જાવડશાના તેરમા ઉદ્ધારની ટૂંકી ધર્મ કથા.
નેધ–(૧) જાવડશાએ કરાવેલ શત્રુંજયના ઉદ્ધારની કથા કેટલાક ફેરફાર સાથે આ૦ શ્રી ધર્મ ઘોષસૂરિ રચિત “સિતું જક” ઉપરની શ્રી શુભશીલ ગણિએ રચેલ સવિસ્તર ટીકામાં વિસ્તારથી આપવામાં આવી છે. તેમાં ઉદ્ધાર કરાવનારનું નામ જાવડના બદલે જવડિ આપવામાં આવ્યું છે. વિવિધ તીર્થકલ્પ'માંના શ્રી શત્રુંજય તીર્થ કલ્પ'માં પણ જાવડના બદલે જાવડિ નામ મળે છે.
(૨) કર્નલ જેમ્સ ટોડે પણ એમના “Travels in Western India' નામના પુસ્તકમાં (પૃ. ૨૮૦-૮૧) શત્રુંજયના તેરમો ઉદ્ધારક તરીકે જાવડશાને ઉલ્લેખ કર્યો છે અને એ ઉદ્ધારને સમય વિક્રમાદિત્ય પછી એક સે વર્ષ થયાનું નોંધ્યું છે. પણ આ પુસ્તકમાં કર્નલ ટેડે ખાસ વાત તે એ લખી છે કે જાવડશા કાશ્મીરના વેપારી હતા. પણ એમણે આ વાતને કેાઈ આધાર ટાંક્યો નથી. ("...the thirteenth by Javadasah, a merchent of Kashmir, one hundred years after Vikramaditya.”)
(૩) જેમ્સ બર્જેસે એમના “Shatrunjaya and its Temples' નામે પુસ્તકના (પૃ. ૨૬, ક. ૧)માં જાવડશાએ તેરમે ઉદ્ધાર સંવત ૧૦૧૮માં કર્યો હોવાનું નોંધ્યું છે. (“..a Jain account obtained on the spot states that this temple was built by Javadasa in Samvat 1018 ( A. D. 961 ) being its thirteenth Uddhara or restoration, and it is there to the present day.'”)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org