________________
તીર્થાધિરાજ શ્રી શત્રજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૩૫
એ અંગત સલાહકાર જ થઈ ગયા હતા. આ બધું છતાં એમને વારે વારે પિતાનું વતેને યાદ આવ્યાં કરતું હતું. વળી પિતાના પ્રાણપ્યારા તીર્થ શત્રુંજયની સાર-સંભાળ કેવી લેવાતી હશે એની પણ ચિંતા એમને સતાવ્યા કરતી હતી.
આ રીતે કેટલીક વખત પસાર થયા પછી એમના જાણવામાં આવ્યું કે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો કબજો અરીઓએ લઈ લીધો છે અને એના ઉપર તે માંસ-મદિરાની મહેફીલ મંડાય છે ! આથી તીર્થની યાત્રા બંધ થઈ ગઈ છે. જિનાલય ધ્વસ્ત થઈ ગયું છે અને એની આશાતનાને કોઈ પાર રહ્યો નથી. આ સમાચાર જાણીને એમને રોમરોમમાં હારે વીંછીના ડંખ જેવી વેદના જાગી ઊઠી અને એમની ઊંઘ હરામ થઈ ગઈ. એમને પોતાની જાત ઉપર પણ ધિક્કાર આવ્યો કે હું કેવી કુપુત્ર અને કમનસીબ કે પિતાએ સેપેલ રાજ્ય અને તીર્થની પણ સાચવણી ન કરી શક્યો ! એમને તે રાત-દિવસ એમ જ થયા કરતું કે અહીંથી ક્યારે વતનમાં પહોંચે અને કયારે પરમ પાવન એ તીર્થને ઉદ્ધાર કરું.
પણ એમણે જોયું કે, પરદેશમાં ઉતાવળ કરવાથી કામ પતે એમ ન હતું. એટલે એમણે, ધીરજપૂર્વક, યેગ્ય સમયની રાહ જોવાનું મુનાસિક માન્યું. સદ્દભાગ્યે એમને આવી તક મળી ગઈ. ત્યાંના બાદશાહ ઉપર કઈક એવી મુશ્કેલી આવી પડી કે જેમાંથી બચી જવાને માર્ગ પિતાના અનેક સલાહકારોમાંથી કેઈએ ન સૂચવ્યું. છેવટે એમને જાવડશાની સલાહ લેવાનો ખ્યાલ આવ્યું. એમણે એમની સલાહ લીધી, અને એ સલાહથી એમની મુશ્કેલી દૂર થઈ ગઈ. આથી બાદશાહ ખૂબ પ્રસન્ન થયા અને પોતાને જે કંઈ જોઈતું હોય તે માગી લેવા એણે જાવડશાને આગ્રહ કર્યો. પણ એ શાણ શ્રેષ્ઠીએ અહીં મારે કોઈ વાતની ખામી નથી એમ કહી કશું માગવાની ના કહી. પણ જ્યારે બાદશાહે આ માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે એમણે, હવે રાજને પિતાના મનની વાત કહેવાને સમય પાકી ગયું છે એમ માનીને, પિતાને પિતાના વતન પાછા ફરવાની અનુમતિ આપવાની માગણી કરી. બાદશાહ શાણે હતા. એ જાવડશાની લાગણીને સમજી ગયે અને તરત જ એણે એમની માગણીને સ્વીકાર કર્યો, એટલું જ નહીં, એમની બધી સંપત્તિ, રાજ્ય મારફત, એમના વતન પહોંચતી કરવાની જવાબદારી પણ લીધી.
શ્રેષ્ઠી જાવડશાના પાછા આવવાના સમાચારથી મધુમતી નગરી અને આખા પરગણમાં આનંદ આનંદ છવાઈ ગયો. બધાંએ એમનું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું. પણ નવડશાના મનને હજી પણ ચેન ન હતું. એમના મનમાં તે એક જ ભાવના રમતી હતી કે ક્યારે તીર્થાધિરાજને ઉદ્ધાર થાય, કયારે દેવાધિદેવની ફરી પ્રતિષ્ઠા થાય અને કયારે એની યાત્રા કરી ચાલુ થાય, એવી પુણ્યક તેઓએ પોતાની બધી શક્તિ અને સંપત્તિ એકત્ર કરીને અરીઓને ગિરિરાજના પહાડ ઉપરથી દૂર કરી આખા પહાડને દૂધ અને પવિત્ર જળથી ધોવરાવીને તીર્થની આશાતના દૂર કરી અને અઢળક ધને ખચીને દેવાધિદેવ ભગવાન ઋષભદેવના ભવ્ય જિનાલયનું ટૂક વખતમાં જ નવનિર્માણ કરાવ્યું.
આ રીતે આ તીર્થની આશાતના દૂર થઈ અને જિનપ્રાસાદ તૈયાર થઈ ગયો એટલે જૈન શાસનના તે સમયના મહાન પ્રભાવક મડાપુરુષ વજીસ્વામીના સાંનિધ્યમાં એની પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી કર્યું. એમાં પધરાવવા માટે જાવડશાએ તક્ષશિલામાં બાહુબલિએ ભરાવેલ ભગવાન ઋષભદેવનું બિંબ, ચકેશ્વરી દેવીની સહાયથી, મેળવ્યું હતું. પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે ગામેગામના સંઘોને આમંત્રણ પત્રિકાઓ મેકલવામાં આવી. તીર્થાધિરાજની યાત્રાની મુક્તિના આ શુભ સમાચાર સાંભળીને ચતુર્વિધ સંઘ ખૂબ હર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org