________________
૨૩
તાર્થાધિરાજ શ્રી શત્રુજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા પ્રસાર ઘટવાની શરૂઆત થઈ ત્યાર પછી, એટલે કે મોટે ભાગે ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર સોલંકીઓનું રાજ્યશાસન શરૂ થયું ત્યારથી, બેએક પ્રસંગોને બાદ કરતાં, શ્રી શત્રુંજય તીર્થની આશાતના થાય એવા મોટા ઉપદ્રવ ભાગ્યે જ થવા પામ્યા છે, એટલું જ નહીં, એકંદર આ તીર્થને મહિમા અને વિસ્તાર વધતું જ રહ્યો છે, જેની વિગતે હવે પછીના પ્રકરણમાં આપવામાં આવશે.
આ તીર્થ ઘણું પ્રાચીન હોવા છતાં, તથા ઈતિહાસયુગમાં એને પ્રથમ (તેર) ઉદ્ધાર, છેક વિક્રમના બીજા સૈકાની શરૂઆતમાં જ, શ્રેષ્ઠી જાવડશાના હાથે થયો હોવા છતાં, પુરાતત્ત્વની દષ્ટિએ પ્રાચીન ગણી શકાય એવાં શિલ્પ-સ્થાપત્ય અથવા છેવટે એવાં પુરાતન સ્થાપત્યના છણે કે ભગ્ન અવશેષે ગિરિરાજ ઉપર, થોડાક પ્રમાણમાં પણ, કેમ સચવાયાં કે મળતાં નહીં હોય, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આને સામાન્ય ખુલાસે. એ છે કે, આ ગિરિરાજ નવાં નવાં દેવમંદિરે કે દેવકુલિકાઓનાં સ્થાપત્યરૂપી સમૃદ્ધિથી વિશેષ સમૃદ્ધ થવાની શરૂઆત ગુજરાતના સુવર્ણયુગ સમા સેલંકીયુગના ઉત્તર કાળથી જ થઈ હતી. આ પહેલાં પણ આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાની ભાવના શ્રીસંઘના અંતરમાં ખૂબ દઢમૂળ થયેલી હોવા છતાં, એની ઉપરનાં સ્થાપત્યોની સંખ્યા બહુ મર્યાદિત હતી, એટલું જ નહીં, ભગવાન ઋષભદેવનું મુખ્ય જિનમંદિર સુધાં, આ પહેલાં સૂચવ્યા પ્રમાણે, લાકડાનું (અથવા જેના બાંધકામમાં લાડાને ઉપગ ઘણું મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હશે એવું) બનેલું હોવાનું મંત્રીશ્વર ઉદયનના અંતિમ જીવનને લગતી (ચૌદમા ઉદ્ધારની) એક કથા ઉપરથી પણ જાણી શકાય છે.
ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર પ્રાચીન શિલ્પ-સ્થાપત્યના અવશે નહીં મળવાનું કારણ જણાવતાં કર્નલ જેમ્સ ટેડે લખ્યું છે કે, “જેન સંઘના બે મુખ્ય પક્ષે (તપગચ્છ અને ખરતરગચ્છ) વચ્ચે, આ તીર્થની બાબતમાં, અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. એટલે જ્યારે જે ગચ્છનું વર્ચસ્વ પ્રબળ થતું, તે ગ૭ તરફથી બીજા ગરછના કેઈ ને કેઈ સ્થાપત્યને નુકસાન પહોંચાડવામાં આવતું. આને પરિણામે, સમય જતાં, આવા પ્રાચીન શિલાલેખ અને અવશેષે નામશેષ થઈ ગયા.૨૮ કર્નલ ટેડના આ કથનને કેટલું વજૂદ આપવું એ વિચારણીય છે. કારણ કે, એને કંઈક વજૂદ આપવા ગ્ય લેખવામાં આવે તો પણ, સેલંકીયુગ પહેલાં એ તીર્થ ઉપર દેવમંદિર વગેરે સ્થાપત્યે બહુ મર્યાદિત સંખ્યામાં હતાં, અને, જીર્ણોદ્ધાર તથા સમારકામને કારણે, એમાં, સમયે સમયે, ક્યારેક નાના તે ક્યારેક મોટા, ફેરફાર થતા જ રહ્યા છે અને એથી એની પ્રાચીનતા પણ ઢંકાતી રહી છે, એ હકીકત પણ આ બાબતમાં ધ્યાનમાં લીધા વગર ચાલે એમ નથી; અને આ હકીક્ત તરફ ધ્યાન આપવાથી કર્નલ ટોડના આ લખાણમાં આક્ષેપ બહુ જ હળવે થઈ જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org