________________
શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ પુરવાર કરે છે. શ્રી અંતકૃશાંગસૂત્રમાં તે એક પ્રસંગ એ આપવામાં આવ્યો છે કે, બાવીસમા તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિ (નેમિનાથ)ના શિષ્ય ગૌતમ નામના અણગાર શ્રી શત્રુંજય ગિરિ ઉપર એક માસની અંતિમ સંલેખના કરીને મોક્ષે ગયા હતા. ૧૯ શ્રી શત્રુંજય તીર્થ ઉપર કરવામાં આવેલી સાધનાની અનેક પ્રાચીન ઘટનાઓનું સમર્થન કરે એવા અનેક ઉલ્લેખો પ્રાચીન જૈન સાહિત્યમાંથી મળી શકે એમ છે.
જાવડશાહે આ તીર્થને તેરમે ઉદ્ધાર વિસં. ૧૦૮માં કરાવ્યુંતે પછી મંત્રોશ્વર ઉદયનના પુત્ર બાહડ મંત્રીએ શ્રી શત્રુંજય ગિરિને ચૌદમો ઉદ્ધાર વિસં. ૧૨૧૧ની સાલમાં કરાવ્યાને એતિહાસિક (સાહિત્યિક) પુરાવે મળે છે.
શ્રી બાહડ મંત્રીએ કરાવેલ ચૌદમા ઉદ્ધારની અસાધારણ વિશેષતા એ હતી કે, એમણે ગિરિરાજ ઉપરના લાકડાના જિનાલયના સ્થાને પાષાણુનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું; અને, એમ કરીને, પિતાના સ્વર્ગસ્થ પિતા અને ગૂર્જરપતિના મહામંત્રી ઉદયનની, શત્રુંજય ગિરિરાજ ઉપર લાકડાના મંદિરના સ્થાને, પાષાણનું મંદિર બનાવવાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી. વળી, આ ચૌદમા ઉદ્ધારથી જેમ મંત્રીશ્વર ઉદયનની પ્રતિજ્ઞા પૂરી થઈ હતી, તેમ શત્રુંજય તીર્થના અનેકમુખી વિકાસનાં પગરણ પણ આ ઉદ્ધાર પછી જ મંડાયાં હતાં, એમ ઉપલબ્ધ થતી હકીક્ત ઉપરથી જાણી શકાય છે. ૨૪
આ રીતે તેરમા અને ચૌદમા ઉદ્ધાર વચ્ચે ૧૧૦૩ વર્ષને ગાળે રહે છે તે દર મિયાન પણ આ તીર્થ ઉપર અવારનવાર કષ્ટ આવતાં રહ્યાં હશે તથા યાત્રા બંધ કરવાના વખત પણ આવ્યા હશે; અને એ રીતે આ તીર્થની આશાતના પણ થતી રહી હશે. આમ છતાં, આ તીર્થ પ્રત્યેની શ્રીસંઘની શ્રદ્ધા અને ભક્તિમાં ક્યારેય ઓટ આવવા પામી નથી, આવા સંકટન પ્રસંગે પણ જૈન સંઘનાં પ્રાર્થના અને પુરુષાર્થ તે, આ તીર્થની યાત્રા વહેલામાં વહેલી ફરી કેમ શરૂ થાય એ દિશામાં જ થતાં રહ્યાં છે. આ બીના પણ એ જ બતાવે છે કે, આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાની ભાવના શ્રીસંઘના અંતર સાથે કેવી દઢતા પૂર્વક વણાઈ ગયેલી અને ઊંડી છે!
શ્રી શત્રુંજય તીર્થ ઉપર જે કોઈ તરફથી ઉપદ્રવ થયા છે, એમાં બૌદ્ધધર્મના અનુયાયીઓનો પણ સમાવેશ થાય છે. એક કાળે, ભારતના અન્ય ભાગની જેમ, સૌરાષ્ટ્રમાં પણ બૌદ્ધધર્મનાં કેન્દ્રો હતાં; અને આ સમય દરમિયાન જ આ ધર્મના અનુયાયીઓના હાથે આ તીર્થની આશાતનાના બનાવો બન્યા છે. બૌદ્ધધર્મના સૌરાષ્ટ્રમાંના પ્રસાર અને પ્રભાવથી દેરવાઈને એક અંગ્રેજ સંશોધકે તો “પાલિતાણુ” શહેરના નામની એવી વિચિત્ર સમજૂતી આપી હતી કે, “આ શહેર બૌદ્ધધર્મનાં ધર્મશાસ્ત્રોની ભાષા પાલિભાષાનું સ્થાન હોવાથી એ “પાલિતાણું” તરીકે ઓળખાયું હતું !૨૭ જોગાનુજોગ વિ. સંવની અગિયારમી સદી પછી, જ્યારે આખા ભારતમાંથી બૌદ્ધધર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org