________________
૩૨
શેઠ આટકની પેઢીને ઇતિહાસ શાંતિદાસ અને વખતચંદ શેઠને રાસ–કર્તા : શ્રી ક્ષેમવદ્ધન, સં. ૧૮૭૦. સુકૃતકાતિ કલ્લેલિની–કર્તા : શ્રી ઉદયપ્રભસૂરિ. હિંદુસ્તાનનાં જૈન તીર્થો–સં. શ્રી સારાભાઈ મણિલાલ નવાબ, સં. ૨૦૦૦.
આ યાદી રચના સંવતના કાળક્રમ પ્રમાણે તૈયાર કરવાને બદલે અકારાદિ ક્રમે બનાવવામાં આવી છે. અને એમાં “શ્રી ’ને ધ્યાનમાં લીધા વગર વિક્રમ ગોઠવવામાં આવેલ છે. તપાસ કરતાં જેટલી કૃતિઓની રચના સંવત મળી તેને નિર્દેશ પણ જે તે કૃતિ સાથે કરવામાં આવ્યા છેથોડીક કૃતિઓ એવી છે કે જેને રચનાસંવત મળી શક્યો નથી. ઇતિહાસયુગ પહેલાં (પ્રાગૈતિહાસિક સમયમાં) શત્રુંજયને નીચે મુજબ બાર ઉદ્ધાર થયા છે ઉદ્ધાર-૧–ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના શાસનમાં શ્રી ભરત ચક્રવતીએ કર્યો. ઉદ્ધાર-ર—સૌધર્મ ઇંદ્રની પ્રેરણાથી શ્રી ભરત ચક્રવતીના વંશમાં થયેલ આઠમા રાજા
શ્રી દંડવીયે કર્યો. ઉદ્ધાર–૩–શ્રી તીર્થકર દેવના ઉપદેશથી ઈશાન (દંડવીર્યના પછી સો સાગરોપમ
જેટલે કાળ ગયા બાદ) કર્યો. ઉદ્ધાર–૪–ત્રીજા ઉદ્ધાર પછી ક્રોડ સાગરોપમ કાળ બાદ મહેન્દ્ર ઇદે કર્યો. ઉદ્ધાર-પ–-ચોથા ઉદ્ધાર પછી દશ ક્રોડ સાગરોપમ કાળ બાદ પાંચમા દેવલોકના ઈંદ્ર કર્યો. ઉદ્ધાર-૬–પાંચમા ઉદ્ધાર પછી લાખ ફોડ સાગરોપમ કાળ બાદ ભવન નિકાયના
ઈંદ્રોએ કર્યો. ઉદ્ધાર-૭–શ્રી અજિતનાથ ભગવાનના શાસનમાં સગર ચક્રવતીએ કર્યો. ઉદ્ધાર–૮–શ્રી અભિનંદન સ્વામીના શાસનમાં વ્યંતરોએ કર્યો. ઉદ્ધાર–૯–શ્રી ચંદ્રપ્રભ પ્રભુના શાસનમાં ચંદ્રયશા રાજાએ કર્યો. ઉદ્ધાર–૧૦–શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં ચક્રધર રાજાએ કર્યો. ઉદ્ધાર–૧૧–શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં, પિતાના લઘુ બંધુ શ્રી લક્ષમણજી સાથે
રહીને, શ્રી રામચંદ્રજીએ કર્યો. ઉદ્ધાર–૧૨–શ્રી અરિષ્ટનેમિનાથને શાસનમાં પાંચ પાંડવોએ કર્યો. ઈતિહાસ-યુગમાં થયેલ ચાર ઉઠારોની યાદી આ પ્રમાણે છે– ૧. શ્રી મહાવીરદેવના શાસનમાં વિ. સં૧૦૮ વર્ષમાં મધુમતીનિવાસી જાવડ શ્રેષ્ઠીએ,
આચાર્યશ્રી વજીસ્વામીના સાન્નિધ્યમાં કર્યો (તેરમે ઉદ્ધાર). ૨. ઉદયન મંત્રાના પુત્ર બાહડ મંત્રીએ વિસં. ૧૨૧૧માં (મતાંતરે સં. ૧૨૧૩માં),
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સાનિધ્યમાં, કર્યો (ચૌદમો ઉદ્ધાર). ૩, પાટણના શ્રેષ્ઠી દેશળશાના પુત્ર સમરસિંહે (સમરાશાએ) વિસં. ૧૩૭૧માં,
આચાર્યશ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં, કર્યો (પંદરમો ઉદ્ધાર).
૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org