________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
સ
સંયમના માર્ગ યથાશક્તિ અપનાવવાની અને સુખાપભાગના બદલે સમજપૂર્વક કષ્ટોના સામનેા કરવાની સહિષ્ણુતા કેળવવાની પ્રેરણાને ઝીલીને યાત્રિક, ધર્મસ'સ્કૃતિના સારના અપ-સ્વલ્પ પણ અનુભવ અને આસ્વાદ આ તી માં મેળવે છે. આ તીર્થનાં દર્શન કરતાં, અલ્પ સમય માટે પણુ, પુદ્ગલભાવ વિસારે પડે અને આત્મભાવના સામાન્ય વિચાર પણ આવે તે તેય મોટા લાભનું કારણ બની રહે છે.૧૦
આ તીર્થાધિરાજને નાનાં-મોટાં સેકડા જિનમદા અને પાષાણની તથા ધાતુની નાની-મોટી હજારો જિનપ્રતિમાઓથી૧૧ સમૃદ્ધ અને શોભાયમાન કરનાર ધર્મભાવનાશીલ સગૃહસ્થા અને સન્નારીઓનું સ્મરણ યાત્રિના અંતરને કેવું લાગણીભીનું, મુગ્ધ અને વિનમ્ર ખનાવી મૂકે છે ! તેથી જ, આ તીર્થાધિરાજ તથા એના અધિદેવતા ભગવાન ઋષભદેવની સ્તુતિ-પ્રશસ્તિ નિમિત્તે, શાસ્ત્રની ભાષામાં તથા લેાકભાષાઓમાં, સેંકે સેકે, નાની-મેાટી અસખ્ય ગદ્ય-પદ્યકૃતિઓ રચાતી રહી છે; અને અત્યારના સમયમાં પણ
નવી નવી રચાતી જ જાય છે,૧૨
‘પ્રાયઃ શાશ્વત' ગણાતા આ તીર્થના, ઇતિહાસયુગ પહેલાંના સુદીર્ઘ સમયમાં, અનેક ઉદ્ધારા થયાની કથા જૈન સાહિત્યમાં સચવાયેલી છે.૧૩ અને ઇતિહાસયુગમાં આ તીના ચાર ઉદ્ધારા થયા,૧૪ તેમાં સૌથી પહેલા ( અને ઉદ્ધારાની પ્રાચીન પર પરામાં તેરમા ) ઉદ્ધાર, વિ॰ સ`૦ ૧૦૮ ની સાલમાં, શ્રેષ્ડી જાવડશાએ કરાવ્યાની કથા આપણે ત્યાં ખૂબ જાણીતી પ છે. આ વિખ્યાત ઘટનાની નોંધ વિક્રમની ઓગણીસમીવીસમી સદીમાં થઈ ગયેલા આપણા સંતકવિ પંડિત શ્રી વીરવિજયજી મહારાજે, વિ॰ સં॰ ૧૮૮૪માં રચેલ, નવાણુપ્રકારી પૂજામાં આ પ્રમાણે લીધી છે : “ સંવત એક અઠલ તરે રે, જાવડશાના ઉદ્ધાર.”
શ્રી શત્રુ...જય ગિરિની પ્રાચીનતા દર્શાવતા ગ્રંથસ્થ એટલે કે સાહિત્યિક પુરાવા જૈન આગમામાં પ્રાચીન લેખાતાં અંગસૂત્રમાં પણ મળે છે. એને છઠ્ઠા અંગ શ્રી જ્ઞાતાધમ - કથાંગસૂત્રમાં ‘પુ’ડરીક પર્યંત ’અને ‘શત્રુંજય પર્વત’ તરીકે૧૨ અને આઠમા અંગ શ્રી અ’તકૃદ્દેશાંગસૂત્રમાં ‘ શત્રુ જય પર્વત ’૧૭ તરીકે ઉલ્લેખ મળે છે. અગસૂત્ર જેવા જૈન સાહિત્યના પ્રાચીનતમ તથા મૌલિક ગ્રંથામાં સચવાયેલા આ ઉલ્લેખા કાઈ ને કાઈ પ્રાચીન ઘટના યા કથાના પ્રસ`ગમાં કરવામાં આવેલ છે. વળી, આ આગમસૂત્રાની ગૂંથણી શ્રમણ ભગવાન મહાવીરની ધ દેશનાને આધારે ગણધર ભગવતાએ કરી છે; અને પરમાત્મા મહાવીરદેવે, ધ દેશના આપતાં, પાતે જ એમ કહ્યુ` છે કે, હું જે કંઈ કહું છું તે પૂના તીર્થંકરાએ જે કઈ કહ્યું છે, તેને અનુસરીને કહું છું.૧૮
શ્રી શત્રુંજય તી સાથે સકળાયેલી આવી કથાઓ અને ઘટનાએ તથા ભગવાન મહાવીરનું આવુ' કથન પણ આ તીની પ્રાગિતિહાસકાળ સુધી વિસ્તરતી પ્રાચીનતાને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org