________________
૩
नमो तित्थस्स
જૈનધર્મના પ્રરૂપકો ખુદ તીર્થંકરો છે, એટલા ઉપરથી પણ જૈન સાધના અને સંસ્કૃતિમાં તીથ કેટલુ' મહત્ત્વનુ' સ્થાન ધરાવે છે તે સમજી શકાય છે. ઉપરાંત, ધર્માંના પ્રરૂપકા અને ધતીંના સ્થાપકે ભગવાન તીર્થં કરા પાતે, ધર્મ પરિષદમાં (સમવસરણમાં) પોતાની ધ દેશના શરૂ કરતાં પહેલાં, ‘નમો તિત્ત્વજ્ઞ ૧પનુ ઉચ્ચારણ કરીને, તીનુ બહુમાન કરતા હોય ત્યારે તે તીર્થના મહિમા કેટલા બધા હોવા જોઈ એ અને તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર ભગવાનને પ્રભાવ પણ કેટલે વ્યાપક હાવા જોઈએ, એ સહજપણે સમજાઈ જાય છે. તીર્થ અને તીની ભાવના ધર્મમાર્ગના ઓછા જાણકાર અને ધર્માંના આચરણની દિશામાં ડગલાં ભરવાની શરૂઆત કરનાર શ્રદ્ધાવાન ભદ્રિક સામાન્ય જનસમૂહના અંતરમાં પણ ધર્માનુરાગની કેવી કેવી સુભગ લાગણીઓ જન્માવે છે !
તીર્થંકર ભગવાન જે તીર્થની સ્થાપના કરે છે અને જે તી ને નમસ્કાર કરે છે તે, સ્થાવર નહી પણ જંગમ એટલે કે ચેતન તીર છે, અને તેને ભાવતી પણ કહેવામાં આવે છે. ધર્માંની પ્રરૂપણા માનવીના કલ્યાણ માટે કરવામાં આવે છે; અને ધના લાભ મેળવીને પોતાના જીવનને દોષમુક્ત, નિર્મળ અને પવિત્ર કરવાના પુરુષાર્થ કરનાર માનવી તીના જેવા આદરણીય છે, એ એની પાછળના ભાવ છે. તેથી જ તી કર ભગવાન પોતાના ધર્માંસ'ઘના અગરૂપ અને મેાક્ષમાર્ગી ધર્મનું અનુસરણ કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને તીથ' તરીકેનુ ગૌરવ આપે છે, અને એને નમસ્કાર કરે છે. પેાતાના ધર્મસંઘના અંગરૂપ સાધકાને આવું ગૌરવ આપવાની જૈનધર્મની આ પ્રણાલિકા વિરલ અને જૈન સ'સ્કૃતિની આગવી વિશેષતા કહી શકાય એવી છે; બીજા કાઈ ધર્મ પાતાના અનુયાયીઓને તી તરીકે બિરદાવવાની આવી પ્રણાલિકા કાયમ કરી હાય એમ જાણવા મળતું નથી. નીતિશાસ્ત્રારાએ “ સાધુ-સ ́તાનું દર્શન પુણ્યકારક છે, કેમ કે સાધુ-સંતા એ તીર્થાંસ્વરૂપ છે.” એમ જે કહ્યુ છે, એને ભાવ પણ જૈનધર્મની જગમ તીની ભાવનાને પુષ્ટ કરે એવા જ છે.
જૈનધર્મ પાતાના સંઘના અગરૂપ સાધકાને તી તરીકેનુ ગૌરવ આપ્યું, એની પાછળના એક ભાવ ઇતર જીવન કરતાં માનવજીવન શ્રેષ્ઠ છે અને ધર્મનું પાલન કરવાના પુરુષાર્થ કરનાર માનવસમૂહ વિશેષ આદરપાત્ર છે, એ દર્શાવવાના હોય એમ પણ લાગે છે. મતલખ કે, જ્યારે પણ માનવીનું મન નિષ્ઠાભરી ધર્મકરણી તરફ વળે છે, ત્યારે ઉત્તરાત્તર એનુ જીવન વધુ ને વધુ પવિત્ર થતું જાય છે; અને, જૈન પરપરા પ્રમાણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org