________________
મિયાદર્શન
ને વનસ્પતિરૂપ પાંચ એકેન્દ્રિમાં જિનેશ્વરે જીવ કહ્યા કહ્યા છે, તેની શ્રદ્ધા ન કરવી વિગેરે આ ભેદમાં છે. જીવના અસ્તિત્વને માની તેના સંપૂર્ણ ભેદને નહિ જાણનાર ઘણું ધર્મો છે. તે અજાણપણે પણ જીવહિંસા કરે તે આ ભેદમાં આવે.
(૧૫) અસાધુને સાધુ માનવાઃ– જે સાધુપણાના મૂળ એવા અહિંસાદિ પાંચ મહાવ્રતનું સમ્યગ રૂપથી પાલન નથી કરતાં, જે પ્રગટ કે અપ્રગટ રૂપથી આરંભપરિગ્રહના કાર્યો કરે છે, કરાવે છે કે તેની અનુમોદના કરે છે તે બધા “અસાધુ” છે, તેને સાધુ માનવા તે.
(૧૬) સાધુને અસાધુ માનવા – સાધુજીના ૨૭ ગુણે સહિત તરણતારણ જડાજ સમાન શુદ્ધ સંયમના પાલક એવા સાધુને અસાધુ માનવા તે જે જિનેશ્વરની આજ્ઞામાં રહીને ચારિત્ર પાળે છે તેને અસાધુ માનવા તે. પણ મિથ્યાત્વ છે. ટૂંકમાં વિદ્વતા કે ભાષાશૈલી આદિની છટા ન હોય, દેખીતા બાળભેળા હોય છતાં સંયમપાલન જિનાજ્ઞા અનુસાર કરતાં હોય, તેવા સાધુ સાદવજીની ઉપેક્ષા કરીએ કે ભાવપૂર્વક ન નમીએ તેપણ મિથ્યાત્વ લાગે.
જેનદર્શન બહુ જ વિચક્ષણ દર્શન છે. ડગલે પગલે વિવેક દષ્ટિને ઉપગ રાખવાને આ વિતરાગ માગ છે. તેમાં જરાપણ ચુકીએ તે મિથ્યાત્વ લાગ્યું જ સમજે. ને ઉપગ બરાબર રાખીએ તે સમ્યગ્ર દર્શન પણ આવ્યું જ સમજે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org