________________
३४४
સમ્યગદર્શન વિકલેન્દ્રિય ને અસંજ્ઞી પંચેદ્રિયપણું, આમ નવ દુર્ગમ ઘાટી અર્થાત્ પહાડને ઓળંગ્યા પછી જીવ માનવભવને પામે છે. તેથી તેની મહત્તા ને દુર્લભતા કહી છે.
નારકી તિર્યંચ ને દેવગતીના જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
નરકભુમિમાં રહેલા નારકને જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની હોય તે ત્રણ કારણેને લઈને થશે. તે આ પ્રમાણે - (૧) જાતિસ્મરણ જ્ઞાનથી -
- નરકભૂમિની તવાતિતીવ્ર વેદનાઓને ભેગવતાં કદાચિત્ તેમને શ્રીતીર્થકર ભગવંતના જન્મકલ્યાણક કે બીજા કેઈ નિમિત્તથી જાતિસ્મરણજ્ઞાન થાય છે. ત્યારે પૂર્વે કરેલી દેવ, ગુરુ, કે ધર્મની વિધશનાઓની તેમને સ્મૃતિ થાય છે ને તેનો પશ્ચાતાપ થાય છે તેથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. (૨) ધર્મ શ્રવણથી – પૂર્વભવના ધાર્મિક સ્વજનો કે સંબંધીઓ જે દેવકમાં દેવ બન્યા છે, તેઓ તેમને ધર્મ પમાડવા વૈકિય સ્વરૂપે નરકમાં જઈને ધર્મબોધ પમાડે છે તે પૂર્વભવની યાદ અપાવે છે; ફળસ્વરૂપે તે -નારને ખેદ થતાં “સમકિત” ની પ્રાપ્તિ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org