________________
શ્રદ્ધા એજ સમ્યગદર્શન
૧૧૯ શ્રી આચારાંમ સૂત્ર અધ્ય. ઉ.૫ માં પણ કહ્યું છે
સમિયંતિ મન્નમાણસ્સ “સમિયા વા અસમિયા વા” સમિયા હાઈ ઉહાએ અસમિયંતિ મણમાણસ સમિયા વા અસમિયા વા, અસમિયા હેતિ ઉહાએ
અર્થ :- સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યક શ્રત માનીને જિનેશ્વર કથિત શ્રી આચારાંગાદિ સમ્યક્ શ્રતને સ્વાધ્યાય કરે કે પરધર્મના ગ્રંથે રામાયણ આદિ વાંચે તે પણ તેના શ્રદ્ધાબલને કારણે તે અસમ્યફ શ્રત પણ તેને સમ્યક્રપણે પરિણમે. જ્યારે મિથ્યાદષ્ટિ વ્યક્તિને આજ શાસ્ત્રો કે ગ્રંથે વાંચે તે પણ તેને મિથ્યાત્વરૂપે પરિણમે.” આમ મિથ્યા પરિણમવાનું કારણ એ છે કે, મિત્થાત્વીમાં સમ્યગૂ દષ્ટિ જેવું શ્રદધાબળ હેતું નથી.
- સંક્ષેપમાં તાત્પર્ય એ છે કે શ્રધાબળના લીધે સમકિતીને મિથ્યાશ્રત પણ સમ્યગુરૂપે પરિણમે છે. કારણકે સમ્યફલ્હીમાં નીરક્ષીરનો ભેદ પારખવાની વિવેકદષ્ટિ હોય છે. તેના કારણે મિથ્યાશ્રતમાંથી પણ જિનાગમ અનુસાર જે તત્ત્વબોધ હોય છે તે ગ્રહણ કરે છે ને જે તેથી વિપરિત હોય છે તેને છોડી દે છે. આમ હેય-ઉપાદેય દષ્ટિ સમકિતીમાં ખીલી હોવાથી મિથ્યાશ્રત પણ તે વિવેકીને સમ્યફ પ્રકારે પરિણમે છે, અને મિથ્યાષ્ટિમાં તેવી વિવેકબુદ્ધિ ન હોવાથી, સમ્યફ શ્રત પણ મિથ્યાત્વ રૂપે પરિણમે છે. શ્રધાબલને આ અપૂર્વ મહિમા છે. માટે દેવ-ગુરૂ-ધર્મની પરમ શ્રદધા કેવળીએ એજ શ્રેયકારી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org