________________
સમ્યગુદર્શનની મહત્તા
૧૨૯ અન્ય ધર્મોમાં શ્રદ્ધાનો મહિમા
જનદર્શનની જેમ જ અન્ય સર્વ ધર્મોએ પણ આત્મકલ્યાણ માટે શ્રદ્ધાની મહત્તા સ્વીકારીને શ્રદ્ધાને મહિમા બતાવ્યું છે, અને હર ક્ષણ પરમાત્મામાં “શ્રદ્ધા રાખી ભક્તિ, પ્રાર્થના, ક્રિયાકાંડ આદિ કરવા કહ્યું છે,
હિંદુઓના ધર્મગ્રંથ વેદોમાં “શ્રદ્ધા એ જ સમગ્ર વિશ્વનું આશ્રયસ્થાન છે” એમ કહ્યું છે. વેદમાં દેવ પણ શ્રધ્ધાને પૂજે છે એમ સ્પષ્ટ કહ્યું છે. વેદકાલિન સર્વ મહર્ષિઓએ માનવીને શ્રદ્ધાપૂર્વક કર્મ કરવાને આદેશ આપ્યો છે. તેથી જીવન રસમય બને છે. આજના વિલાસી ભૌતિક જમાનામાં આપણે શ્રધ્ધા ખોઈ બેઠા છીએ. તેથી માનસિક તનાવ ઘણું વધી ગયું છે. પરિણામે બી. પી. હૃદયરોગ, ડાયાબીટીસ, આદિ ભયંકર જીવલેણ દર્દો આપણને ઘેરી વળ્યા છે. તેનાથી મુક્ત થવું હોય તે, તેના ભેગ ન બનવું હોય તે જીવનમાં શ્રધાગુણ કેળવવો ખૂબ જરૂરી છે.
શ્રીમદ્ દુર્ગાચાર્યે તેની વ્યુત્પત્તિ આ રીતે કરી છે. શ્રદ્ધા બે શબ્દને સમાસ છે. એક છે “શ્ર” અર્થાત્ “સત્ય” અને બીજે છે “પા” અર્થાત “આધાન” એટલે કે અહેવું. તેથી તેને અર્થ થ “જેમાં સત્ય રહેલું છે તે શ્રદ્ધા” શ્રદ્ધાના પાયામાં જ સત્ય રહેલું છે, તેથી શ્રધ્ધા વડે જ ત્રિકાળ સસ્વરૂપી આત્માની યથાર્થ પીછાણ થાય છે, અને જીવાત્માને અનંતકાળની જીવનયાત્રામાં એક જ વખત પિતાના સાચા આત્મસ્વરૂપની શ્રધા આવી જાય સ, કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org