________________
સમ્યગદર્શનના અધિકારી.
જે ને મોક્ષનો અભિલાષ થાય તે જ અને સમ્યગદર્શનના અધિકારી અર્થાત પાત્ર, કહ્યા છે. કારણકે સમ્યગ્ગદર્શન પ્રાપ્તિનું અનંતર કે પરંપર ફળ “મેક્ષ” જ છે, તેથી જ સમકિતને મેક્ષનું બીજ, મૂળ, કે દ્વાર શાસ્ત્રમાં કહ્યું છે. '
ત્યારે પ્રશ્ન એ થશે કે મોક્ષનો અભિલાષ થાય કેને?
જ્ઞાનીએ નિશ્ચયથી કહે છે કે મેક્ષને અભિલાષ માત્ર ભવ્ય જીનેજ થાય. અને તે પણ એવા ભવ્ય જીને થાય જે અંતેચરમાવર્તામાં પ્રવેશી ચૂક્યા હોય, એટલે કે છેવટમાં છેવટ એક પુદ્ગલ પરાવર્ત કાળ જેટલા કાળમાં તે મુકિત અવશ્ય પામવાના હેય. સ્વભાવથી ભવ્ય એવા પણ જીવોનો સંસાર પરિભ્રમણને કાળ જે હજી એક પુગલ પરાવત કાળથી અધિક હોય છે. તે તેવા ભવ્ય જીવને પણ એવી અભિલાષા પ્રગટતી નથી કે “ક્ષ એ જ જીવાત્મા માટે આ સંસારમાં સર્વોત્તમ સાધ્ય છે. એ સાધ્ય સાધવાનું એક માત્ર સાધન ધર્મ જ છે, ધર્મનું મૂળ વીતરાગની વાણીની પરમ શ્રદ્ધા જ છે. અને એ પરમ શ્રદ્ધા દ્વારા મારે મેક્ષને પ્રસિદ્ધ કરે છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org