Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra
View full book text
________________
૩૪૦
સમ્યગદર્શન. ભવિતવ્યતા પાકી હોય તે કોઈ જીવ અવ્યવહાર રાશીમાંથી નીકળીને વ્યવહાર રાશીની બાદર નિગદની અવસ્થાને. પામે છે. બાદર નિગોદની અવસ્થા પાંચે સ્થાવરમાં વનસ્પતિકાયમાં જ છે, તેને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. કંદમૂળ અર્થાત્ જે કંદ વગેરે જમીનમાં પેદા થાય છે તે જેવા કે ડુંગળી, બટેટા, ગાજર, મૂળાના. કાંદા વગેરે તે બધામાં આ બાદર નિગદના જીવો હોય છે. તે એટલા ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે કે સેયની અણી ઉપર અનંતા જીવો રહી શકે છે. તેમાં તે અનંતા જી વચ્ચે એક જ શરીર હોય છે, તેથી તે શરીરને. સાધારણ શરીર ને તે વનસ્પતિને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. તેમાં વળી જીવ અનંત કાળ પરા-- ધીનપણે દુ:ખ ભેગવતે પસાર કરે છે. તેના વડે જે અકામ નિર્જરા થાય છે, તેમ તેમ તે જીવ અનુક્રમે આગળ, ચડે છે, અને એકેનિદ્રપણાને પામે છે. એટલે કે પહેલી સ્પર્શેન્દ્રિય સ્વતંત્ર કાયારૂપે મળે છે. તે એકેન્દ્રિય જીવોને સ્થાવર કહ્યા છે, તે પાંચ છે (૧) પૃથ્વીકાય, (૨) અપ (પાણી) કાય, (૩) તેઉ (અગ્નિ) કાય, (૪) વાયુકાય ને (૫) વનસ્પતિકાય. તેથી આગળ વધતાં જીવ બે ઇંદ્રિયપણું-હવે બીજી રસનેન્દ્રિય (જીભ) પામે છે, પછી, તેઈદ્રિયપણું-ચામડી, જીભ, ને ધ્રાણેદ્રિય અર્થાત્ નાક પામે છે, પછી ચેથી ચક્ષુ ઇન્દ્રિય અર્થાત આંખ પામે છે ને છેલ્લે પંચેન્દ્રિયપણાને અર્થાત્ પહેલી ચાર ને પાંચમા શ્રોત્રેન્દ્રિય (કાન) પામે છે. પંચેન્દ્રિપણું પામવા છતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386