________________
ધર્મની દઢ શ્રદ્ધા
(સત્ય ઘટના) સ્વાધ્યાય કરતાં કે ધર્મનું સ્વરૂપ સમજાવતાં ઘણું વખત લોકે પુછતાં હોય છે કે શ્રધ્ધાની વાત તે બરાબર સમજાય છે, પણ તેને આચરણમાં મૂકવી કઠીન પડે છે, અગર તે તેવા કંઈ પ્રસંગે ઉપસ્થિત થયે ધર્મશ્રદ્ધામાં કેવી રીતે અડગ રહેવું તે સુઝતું નથી. ત્યારે શાબ્દિક વિવરણ સાથે તેવા કેઈ પ્રસંગનું ધર્મકથા રૂપે નિરૂપણ કરવાથી તેને આચરણમાં કેમ મૂકી શકાય તે બાબત પષ્ટ કરવા માટે જનધર્મના ચાર અનુગામાં એક ધર્મસ્થાનુગ રાખે છે. અરો પણ આ ભાવ સ્પષ્ટ કરવા સવાસોએક વર્ષ પહેલા બનેલી એક સત્ય ઘટના શ્રધ્ધાગુણને દઢ કરવા આપું છું.
સૂરત શહેરમાં સવાસોએક વર્ષ પહેલાં દલપતભાઈ શેઠ નામના એક નીતિમાન જૈન ઝવેરી રહેતા હતા. તેમને સંતાનમાં એક માત્ર પુત્ર નામે કાંતિલાલ હતે. સુરત શહેરમાં ત્યારે નવાબનું રાજ્ય હતું. શેઠ નામાંકિત ઝવેરી હતા. શ્રીમંત હતા, તેથી ઝવેરાતના ધંધા ઉપરાંત વહાણના વીમા ઉતારવાનું પણ કામ કરતાં, કારણ કે સૂરત ત્યારે ધીકતું બંદર હતું. રેલ્વે લાઈન હજી પડી ન હતી. તેથી દેશ પરદેશના વહાણે સૂરત બંદરે લાંગરતા ને ધમધોકાર વેપાર ચાલતે. પણ વિમાના કામમાં શેઠે એક નિયમ કરેલે કે પિતાની સંપત્તિથી વધુ રકમને સ. ૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org