________________
૧૮
સમ્યગુદર્શન
પ્રાતઃકાળ થતાં જ ભગવાનને રજોહરણ વગેરે આ ઉપકરણે પાછા મેંપીને રાજમહેલે પાછો ચા જઈશ.
સવારે ઉપકરણે સેંપવા પ્રભુ પાસે ગયા છે. વંદનાનમસ્કાર કરીને પાછા સેપે તે પહેલાં જ પ્રભુએ રાતમાં બનેલ ઘટના કહીને ઉપકરણે પાછા આપવા આવ્યા છે તે વાત સત્ય છે? તેમ પૂછયું. મેઘકુમારે હા પાડી, ત્યારે પ્રભુએ તેમને આગલા ત્રીજા ભવે હાથીના ભાવમાં શરીરને ખંજવાળ આવતાં પગ ઊંચે કરે; ત્યારે જંગલના તે ભભૂકતા દાવાનળમાં એક સસલે તે ખાલી જગ્યાએ આવીને બેસી ગયો. ખંજવાળીને પગ નીચે મૂકવા જતાં સસલાને જે. પગ મૂકીશ તે સસલાના પ્રાણ જશે એમ સમજી પણ એમને એમ ઊંચે અદ્ધર રાખે. દાવાનળ અઢી દિવસ ચાલે. દાવાનળ બુઝાતા સર્વ પશુઓ પિત પિતાના સ્થાને ગયા. પછી પગ નીચે મુકવા જતાં રગે બંધાઈ ગયેલી તેથી મૂકાણે નહિ ને શરીર હાથ ન રહેતાં ઢળી પડ્યા ને મૃત્યુ પામ્યા. હાથી જેવા તિર્યંચ પ્રાણીના ભવમાં પણ આવી દયા પાળેલી તેથી આ ભવે રાજકુમાર થયા છે. હવે તમે જ વિચારે કે ક્યાં પશુના ભવની ધીરજ ને દયા. ને ક્યાં આ ભવના વીતરાગ માર્ગના સાધુ તરીકેની તમારી ધીરજ ? સાધુને માર્ગજ પરિષહ ને ઉપસર્ગ સમતા રાખી સહન કરવાને છે. તેના બદલે તમે એક રાતમાં જ તમારી માની લીધેલી મુશ્કેલીથી થાકીને સંયમ મૂકવા તૈયાર થઈ ગયા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org