________________
સમ્યગદર્શનના આઠ અંગ
૧૭૭ હીરવિજયસૂરીનું બાદશાહે ભવ્ય સ્વાગત દિલ્હીમાં કર્યું, અને દરબારે ખાસ (રાજસભા) માં પધારવા વિનંતી કરી. સભાખંડમાં ઈરાની ગાલિચા બિછાવેલા છે. જેનસાધુને ગાલિચા ઉપર ચાલવું ન કપે, કારણકે નીચે જીવજંતુ, કીડી આદિ હોય તે ન દેખાય ને કચરાઈ જાય તે જીવહિંસા થાય એટલે તેમનું “જીવમાત્રને ન હણવાનું પહેલું મહાવ્રત ભાંગે. તેથી પ્રવેશ દ્વારમાં જ અટકી ગયા.
બાદશાહે અટકી જવાનું કારણ પૂછતાં ગુરૂએ ઉપર પ્રમાણે જણાવ્યું. આ સાંભળી બાદશાહ જરા મુશ્કેરાયે ને મમ કર્યો કે રાજસભા ખંડને સેવકે સતત વાળી ચાળી સાફ કરી ગાલિચા બીછાવે છે. પછી જીવ જતુ ક્યાંથી સંભવે? માટે આપ બેફીકર તેના ઉપર થઈને ચાલે.
ગુરૂએ ત્યારે બાદશાહની ટકરને તે જ જવાબ આપે કે તારા સેવકને આજ્ઞા કરી તારી બાજુને છેડે ઊંચે કરાવી જે, શું છે ?
છેડે ઊંચે કરાવતાં પૂષ્કળ કીડીઓ દેખાણી.
ગુરૂના જ્ઞાનથી બાદશાહ ખૂબ પ્રભાવિત થયા. તેમના જતના ધર્મની પ્રશંસા કરી, પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. વરદાન એટલે વરદાન કહેતાં શ્રેષ્ઠ દાન.
ગુરૂ કહે અમે તે સંપૂર્ણ અપરિગ્રહી, અમારે કશી જરૂરીયાત હાલ નથી. વળી ખપ વગર કશું લેવું અમને કપે નહિ, માટે કશે ખપ નથી.
ગુરૂની આ નિસ્પૃહતા જેઈ બાદશાહ વધુ પ્રભાવિત સ. ૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org