________________
સમ્યગદર્શનના ૬૭ બોલ
૨૨૯
માયા
ગુણેનું આચાર ધર્મોનું જ્ઞાન સમ્યક્ દષ્ટિને અવશ્ય લેવું જોઈએ. જેથી દોરા-ધાગા, તિષ વગેરેના પ્રપંચ કેટલાક વેશધારી સાધુઓ કરતાં હોય છે તેની માયા -જાળમાં ફસાય નહિ. આમ પિતે ધર્મમાં દઢ બનીને અન્ય કેટલાયને ધર્મમાં દટ બનાવશે. આ પ્રમાણે ધર્મમાં દઢતા એ સમકિતનું ભૂષણ છે. - દૃષ્ટાંતઃ- સતી સુભદ્રા દઢધમી હતી, તે સાસુ નણંદ વગેરે સ્વજનના કષ્ટ ને મેણા સહન કરીને પણ કાચા સુતરના તાંતણે બંધાયેલી ચારણી વડે કુવાનું જળ કાઢી ચંપાપૂરીના ગઢના દરવાજાને છાંટી દઈ બંધ દરવાજા ઉઘાડી સારીયે નગરીના રાજા તથા લોકોને જૈનધર્મથી પ્રભાવિત કર્યો.
સુબુદ્ધિ પ્રધાન દઢધમી હતા. તે ખાઈને ગંદા પાણીને પ્રેગ વડે સુગંધિત, અને સુપાચ્ય બનાવી, જિતશત્રુ રાજાને ધર્મશ્રદ્ધાવાળે બનાવ્યું.
શ્રી ઠાંણાંગ સૂત્રમાં ૪ પ્રકારના પુરૂષ કહ્યા છે. - (૧) પ્રિયધમી હેય પણ દઢધમી ન હોય (૨) દઢધમી હોય પણ પ્રિયધમ ન હોય (૩) પ્રિયધમી હોય ને
ધમી પણ હોય ને (૪) પ્રિયમ ન હોય ને દઢધમી પણું ન હોય. આમાં ત્રીજો ભાંગે ઉત્તમ છે.
(૪) ધર્મમાં ડગેલાને સ્થિર કરે–
કઈ કારણવસાત્ સાધુ કે શ્રાવકની શ્રધ્ધા ડગી જાય કે અન્યમતીના સંસર્ગથી શ્રધ્ધાભ્રષ્ટ થઈ જાય તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org