________________
મિથ્યાદર્શન
માટે ધર્મક્રિયાને નિષેધ ન કરે. જેવી રીતે મિથ્યાત્વાદિ પાંચ આશ્રવના હેતુ વડે જીવ અશુભ કર્મ બાંધે છે, તેવી જ રીતે સંવર-નિર્જરા રૂપ ધર્મ કિયા કરી જીવ અશુભ કર્મથી છુટી પણ શકે છે. ને અંતે ઉત્કૃષ્ટ ભાવે થાનાદિ તપની ક્રિયા કરી સર્વ કર્મ મુક્ત બની પરમાત્મા પદ પ્રાપ્ત પણ કરી શકે છે. માટે આવી એકાંત મિથ્યા પ્રરૂપણાથી ભરમાઈને સુજ્ઞ જનેએ ધર્મકિયા કરવાનું છેડી દેવું નહિ કારણ કે જે કોઈ ધર્મકિયાઅનુષ્ઠાનાદિ કરી પોતાના આત્માને દુષ્કૃત્યથી બચાવશે તે જ સગતિને પ્રાપ્ત કરશે ઇંને સુખી થશે.
(૨૩) અજ્ઞાન મિથ્યાત્વ :- તેમને મત એ છે કે “જે જાણે છે તેને વધારે દોષ લાગે છે, જે જાણતે. જ નથી તેને અજાણપણાને કારણે એ છે દોષ લાગે છે.” તેથી જીવાદિ તને જાણવું વ્યર્થ છે.
સમ્યગદર્શન પ્રકરણમાં સર્વજ્ઞ તીર્થકરેએ કહ્યું કે જે જીવોની હિંસા ન કરે ને સંપૂર્ણ દયામય અહિંસા ધર્મ પાળે તે સમ્યગ્દષ્ટિ છે. જીવનું સ્વરૂપ જાણ્યા સિવાય જેની દયા પાળી શકાય કેવી રીતે? તેથી જ તીર્થકર ભગવંતે શ્રીદશ વૈકાલિક સૂત્રના ચોથા અધ્યાયનની દસમી ગાથામાં કહ્યું કે “પઢમં તાણું તઓ દયા” અર્થાત પહેલા જીવાદિ તનું જ્ઞાન મેળવે, પછી જ દયારૂપી સંયમ ધર્મ યથાર્થ પાળી શકાશે. તેથી જ્ઞાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org