________________
સમ્યગ્દર્શનની દસ રુચિ
૧૦૧
કેઃ- જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્થિકાય, આકાશ, કાળ, પુદ્ગલ (સઘળા અજીવ પદાર્થો) તથા જીવા (જીવાત્માએ) અને પરમાત્મા સિદ્ધ ભગવંતે) રહેલા છે તેને લેાક કહેવામાં આવેલ છે. આને જૈનદર્શનમાં છ શાશ્વતા દ્રવ્ય કહ્યા છે, તેમાં પરમા થી ‘ જીવ’ (આત્મા) એ મુખ્ય દ્રવ્ય છે. જે બધા પુદ્ગલા દ્રવ્યેા છેતે જીવે જ શરીર રૂપે ધારણ કરીને મૃત્યુ સમયે છેાડી દીધેલા પોતાના શરીરો જ છે, જેમકે પત્થર કે લાકડુ વગેરે જ્યાં સુધી પત્થર ખાણમાં છે અને લાકડુ ઝાડમાં છે ત્યાં સુધી સચેતન જીવ છે કારણકે તે વધતા જાય છે, પણ પછી જયારે ઝાડ મરી જાય છે (સુકાઈ જાય છે) કે તેને કુહાડી આદિ શસ્ત્રથી કાપી નાખવામાં આવે છે, ત્યારે જીવ (આત્મા) તે ઝાડ રૂપી શરીરને ડી ક્રીએ છે અને કાષ્ટ તરીકે અજીવ પદ્મલ બની જાય છે. આવું જગતના પદાર્થ માત્રનું સમજવું. આકાશ દ્રવ્ય છે તે જીવને રહેવાનું સ્થળ આપે છે, અને કાળ (સમય)થી જીવાત્માની અને પુદ્ગલાની જુદી જુદી પર્યાયા (અવસ્થાઓ) આપણે જાણી શકીએ છીએ; ધર્માસ્તિકાય જીવને ગતિ કરવાનું માધ્યમ છે, અને અધર્માસ્તિકાય જીવને સ્થિરતા બક્ષે છે, આમ છએ દ્રવ્યેામાં મુખ્ય દ્રવ્ય જીવ (આત્મા) છે, અને તે જ ૮૪ લાખ જીવાયાનીરૂપી જુદી જુદી પર્યાયેા ધારણ કરે છે. તેના વડે સંસારનું ચક્ર રચાય છે. · સંસતિ પ્રતિ સૌંસારઃ ' અર્થાત્ ‘સમૂ ’ કહેતા ‘ સમ તાત્ ’ એટલે કે ચારે તરફથી અથવા નરક, તિય``ચ, મનુષ્ય અને દેવ એ
ચારે ગતિમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org