________________
૨૬ જ સમરું પલપલ સુવ્રત નામ
અત્યારસુધી હું પણ આ જ માનતો હતો. પણ કાલે મેં સાધુને દીઠા, અને મને ખાતરી થઈ કે જેવી વાતો કરે છે, તે જ પ્રમાણે આ મહાત્માઓ જીવી પણ જાણે છે. એ લોકો પોતાનું પેટ ભરવા માટે પણ કોઈ કામ કે હિંસક કાર્ય કરતા કે કરાવતા નથી. ઘરખેતરની કે ધંધાની વાત તો દૂર, ખાધા-ખોરાકી માટે પણ કોઈ જ હિંસા કે હિંસક કરણી કરતા-કરાવતા નથી. લોકોએ પોતાના ઘર માટે જે રાંધ્યું હોય તેમાંથી, તે લોકોને તકલીફ ન પડે તેટલી, અત્યંત અલ્પ માત્રામાં આહાર લેવાનો ઘણા ઘેર ફરીફરીને; અને એ જ રીતે વસ્ત્રાદિ આવશ્યક પદાર્થો પણ મેળવી લેવાના; તેમાં મળે તો મમત્વ નહિ ને ન મળે તો આક્રોશ કે ક્લેશ નહિ કરવાના; આ રીતે જીવન ગુજારવાનું. પિતાજી, આવી નિર્મમ અને નિર્દોષ ચર્ચાવાળા મહાત્માઓની નિંદા અને મમત્વથી રંગાયેલી દોષગ્રસ્ત ચર્યાની પ્રશંસા, આ ક્યાંનો ન્યાય એ મને સમજાવશો?
વિશ્વભૂતિ હવે તરબોળ હતા; પ્રભાવિત થઈ ગયા હતા. તેમના વિસ્મયનો કોઈ પાર ન હતો. પોતે જેને ઓરમાયો ગણેલો, જેને ભણાવવામાં ને સંભાળવામાં નરદમ ઉપેક્ષા જ રાખેલી, એ છોકરો આટલો બધો ચાલાક, સમજુ અને વિવેકી હોવાની તો તેમને કલ્પના પણ નહોતી. પણ આજે તેમનો ભ્રમ ભાંગી ગયો હતો. તેમનો અહંકાર પણ હવે સારો એવો નબળો પડી ગયો હતો. તેમણે એકદમ ભદ્રભાવે કહ્યું: ભાઈ, એક કામ કર ને. પેલી જીવોના ભેદ, જીવોનું લક્ષણ, સ્વરૂપ વગેરેવાળી વાત તેં હમણાં કહેલી, તો તે બધું જરા ચોખવટથી સમજાવને. અમને રસ પડ્યો છે.
શિવકેતુઃ પિતાજી, અવિનય ન સમજતા. પણ મને જેટલું આવડતું હતું તેટલું મેં આપને કહી દીધું. હવે જો વિશેષ પદાર્થો જાણવાની જિજ્ઞાસા હોય તો ચાલો મારી સાથે પેલા સૂર-સાધુ પાસે. તેઓ બધું જ વિસ્તારથી ને પ્રેમપૂર્વક આપણને સમજાવશે.
વિશ્વભૂતિઃ બેટા! અમે જરૂર આવીએ. પણ પહેલાં એક કામ કર. તારે કાલની લાંઘણ છે. તું જરાક જમી લે, પછી આપણે જઈએ. શિવકેતુ આ સાંભળતાં જ ટટ્ટાર થઈ ગયો. તેણે કહ્યું, પિતાજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org