________________
શ્રીવર્સ
૧૮૯
કરાયેલા મૃત્યુની વાતે તે ભાંગી પડી. તેનું મોં પણ લેવાઈ ગયું.
સંદેશવાહકો તેની પલટાતી સ્થિતિ જોઈ શક્યા. તેમણે વાતાવરણ પલટવા માટે તરત જ વાત બદલી : કુંવરીશ્રી! કુમારશ્રીએ કહેવડાવ્યું છે કે તેઓ આજે સાંજે જેવા અહીં આવી પહોંચશે તેવા જ સૌ પ્રથમ આપને પ્રત્યક્ષ મળવા આવશે, પછી જ બીજી બધી કામગીરી હાથ ધરશે.
વસંતશ્રી પાછી હસું હસું થઈ રહી. આગંતુક સેવકો તરત જ તેની અનુમતિ લઈને ત્યાંથી સુદર્શન પાસે જવા ચાલી નીકળ્યા.
તેમના ગયા પછી વસંતશ્રીએ કુમારના સ્વાગતની તૈયારીઓ પ્રારંભી દીધી.
સાંજ ઢળી. કુમાર શ્રીવર્સ પોતે કરેલા નિર્ધાર મુજબ જ, નીકળ્યાના ત્રીજે દિવસે ત્યાં આવી પહોંચ્યો, અને ગુલMડપુરની બહાર તેણે પડાવ નાખ્યો.
કુમારના આગમનના સમાચાર મળતાં જ દીર્ઘ પ્રતીક્ષા કરી કરીને હવે અધીર બની ગયેલી વસંતશ્રીએ પોતાની આપ્ત સખી વનશ્રીને કુમાર પાસે મોકલી.
તંબોલ, આભૂષણો, વસ્ત્રો વગેરે કુમારોચિત ઉત્તમ પદાર્થોને લઈને વનશ્રી કુમારની છાવણી પર પહોંચી. બધું અર્પણ કર્યું. પરસ્પર ક્ષેમકુશળ પૂછાયાં. પછી વનશ્રીએ કુમારને વિનંતિ કરી : દેવ! અમારાં કુંવરીબાએ ઘણો સમય શૈર્ય રાખ્યું છે ને આપની સુદીર્ઘ પ્રતીક્ષા કર્યા કરી છે. હવે તેમની ધીરજની અવધિ આવી ગઈ છે. તેઓએ કહાવ્યું છે કે “આપ હવે ક્ષણનો ય વિલંબ ન કરો, ને શીઘ અમારે ત્યાં પધારી મારો સ્વીકાર કરો.” - કુમાર ઔચિત્ય અને મર્યાદાનો જાણ હતો. તેણે વનશ્રીને સમજાવી : વનશ્રી! જે ક્ષણે તમારા સેવકોથી જાણ્યું કે વસંતશ્રી મને વરવા માટે નીકળી છે અને સુદર્શને તેને અવરોધી મૂકી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org