________________
શ્રીવર્મ
૨૧૩
અલાયદાં જ રાખજો; આપણામાં ભેળવતાં નહિ.
આ પછી કુમારે રજા આપતાં બન્ને સેનાનાયકો ત્યાંથી નીકળી ગયા. કુમાર હવે એકલો પડ્યો. પલંગ પર આળોટતાં આળોટતાં તેનું મન વિચારના ચકડોળે ચઢયું : અહીં આવતાં જ મને બે બે મોટા લાભ થયા : નિરુપમ એવી પ્રિયતમાની પ્રાપ્તિ પણ થઈ, અને યુદ્ધમાં અકથ્ય રીતે વિજય પણ મળ્યો. આ બન્ને ઘટના આમ તો ઘણો હર્ષ ઉપજાવનારી બની ગણાય; પણ કોણ જાણે કેમ, પણ બેમાંથી એકનો પણ મને હર્ષ અનુભવાતો નથી.
મને તો રહી રહીને એક જ વાત વમળાય છે : બિચારા સુદર્શનને મારે બાંધવો પડ્યો! હરાવવો પડ્યો! આપણે કોઈને હરાવી એને સંતાપ આપીએ – આપવો પડે, એ કેટલા બધા ખેદની વાત ગણાય!
સાચે જ, આ સંસારનું સ્વરૂપ બહુ બહુ ભયાવહ છે. એમાં પણ વિષયો તો ભારે ખતરનાક છે. એમાં આસક્ત થવું એટલે જીવનમાં ક્લેશના ગંજ ખડકવા, અને વળી અણકધેલાં માઠાં પરિણામો ભોગવવાનાં!
અરે, નીતિ-ન્યાય વડે મેળવેલાં હોય એવાં વિષય-સુખોને પણ, જો ભોગવ્યાં જ કરીએ તો પરભવ બગાડ્યા વિના રહે નહિ; તો નીતિથી વિરુદ્ધ વર્તન કરીને મેળવાતાં વિષયો તો શું ન કરે? પરભવમાં તો આત્માને કષ્ટાવે જ, પણ આ ભવમાં પણ અપયશ, પરાજય, અસુખ અને એવા અઢળક ક્લેશો આપે જ. આ સુદર્શનનું પણ એવું જ થયું છે. પણ મારે ભાગે એને શિક્ષા કરવાનું આવ્યું તે તો બહુ અકારું લાગે છે.
કુમાર શ્રીવર્મની આ વિકલ્પમાળા ક્યાંય સુધી ચાલ્યા કરત, પણ એકાએક વીરપાળના માણસો તેને જમવા માટે તેડવા આવી લાગ્યા, તેથી તેનો ધ્યાનભંગ થઈ ગયો.
તે તરત તૈયાર થયો, અને મર્યાદિત પરિવાર સાથે ગુલખેડનગરમાં ગયો. વીરપાળે તેની ખૂબ ઊલટભેર
કિમી કલા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org