________________
- ૨૬૦
સમરું પલપલ સવત નામ
થાય છે. પણ શું કરવું? રાજ્યભાર સંભાળે તેવો કોઈ સહાયક નથી મારી પાસે. હોત તો તો તેને બધું ભળાવીને દીક્ષા લઈ લેત.
ગુરુ : માટે જ મેં તને અત્યારે વ્રત માટે યોગ્ય નથી ગણ્યો. રાજા : ભગવંત! એ યોગ્યતા ક્યારે પ્રગટશે?
ગુરુ : તારી પટ્ટરાણી વસંતશ્રીને ક્રમશઃ બે પુત્રો થશે. તેમાંનો પ્રથમ પુત્ર બાલ્યવયમાં જ મૃત્યુ પામશે. બીજો કીર્તિવમાં નામે પુત્ર રહેશે.
તે મોટો થઈને રાજ્યધુરા માટે સમર્થ થશે ત્યારે તને દીક્ષાનો યોગ સાંપડશે.
રાજા : તો ભગવંત! એક વાત કહો. હું મોટી ઉંમરે ભલે દીક્ષા લઉં, પણ તે લીધા પછી હું આરાધક થવાનો કે વિરાધક રહેવાનો?
ગુરુભગવંતે તત્કાળ જ્ઞાનદૃષ્ટિનો ઉપયોગ કર્યો. તેમાં તેમને જે જણાયું તે શ્રીવર્મને કહેતાં તેમનું વદન પુલકિત અને પ્રમુદિત બની ગયું. તેમણે કહ્યું : રાજન! તું આરાધક થઈશ, આરાધનાના પ્રભાવે તું તીર્થંકર ગોત્રનો નિકાચિત બંધ કરીશ. એ પછી અહીંથી કાળધર્મ પામીને પ્રાણતકલ્પ નામે દેવલોકના વિમલપ્રભ-નામક વિમાનમાં તું વીશ સાગરોપમની આયુષ્યસ્થિતિ ધરાવતો દેવ થઈશ. ત્યાંથી આવીને તું આ ભરતક્ષેત્રમાં જ મુનિસુવ્રતસ્વામી એવું નામ ધરાવનાર વીસમા તીર્થંકર તરીકે અવતરીશ.
ગુરુમુખે આવા બોલ સાંભળતાં જ શ્રીવર્ગના રોમેરોમ વિકસિત થઈ ગયા. હર્ષગગદ હૈયે તે બોલ્યો : ભગવંતા આ સઘળોએ આપનો જ પસાય છે, એવું એક પણ કાર્ય નથી કે જે આપ જેવા સુગુરુના પસાયથી સિદ્ધ ન થાય. - સાધુસમુદાયમાં આમ પણ શ્રીવર્મની છાપ એક ધર્મપરાયણ રાજવી તરીકે બહુ ઊંચી હતી. એમાં સૌએ ગુરૂમુખે તે આગામી ભવમાં તીર્થકર થનાર હોવાનું જાણ્યું, પછી તો સૌ સાધુભગવંતો તેને એ જ પળથી અત્યંત બહુમાનભાવે નિરખવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org