________________
- શ્રીમુનિદ્રતસ્વામી
કે ૨૯૭
બળદગાડાના ચાલકની બેઠકથી ગાડાનું ધૂંસરું જેટલું દૂર હોય તેટલા અંતર સુધીની ભૂમિ પર જીવરક્ષાના હેતુથી દૃષ્ટિ નાખી નાખીને ધીર-ગંભીર ચાલે ચાલતાં અભ્રાંત અને અનાસક્ત એવા મુનિસુવ્રત પ્રભુ, ફરતાં ફરતાં બ્રહ્મદત્ત નામના એક સુખી ગૃહસ્થના ઘર-આંગણે આવી ઊભા.
બ્રહ્મદત્ત ધન-ધાન્યાદિ સંપત્તિથી સમૃદ્ધ હતો; સાથે સાથે તે દાનરસિક અને ધર્મશ્રદ્ધાળુ પણ હતો; તો દયા, દાક્ષિણ્ય, વિનય અને પરોપકાર જેવાં તત્ત્વો તેના લોહીમાં સહેજે વણાયેલાં હતાં. - હવે બનેલું એવું કે તે જ દિવસે તેને ત્યાં, દેશાવરથી તેનો જમાઈ, પોતાના મોટા પરિવાર સાથે મહેમાન થયેલો. એટલે બ્રહ્મદત્તે તે બધા મહેમાનો માટે વિપુલ પ્રમાણમાં ખીર અને અન્ય ઉત્તમ રસોઈ તૈયાર કરેલી, અને તે સમયે મહેમાનોને ભોજન પીરસવાની તૈયારી જ ચાલી રહી હતી
જમાઈરાજને ભાણે બેસાડી દીધા હતા. બ્રહ્મદત્ત પોતે જમાઈને પીરસવા માટે ખીરનું કમંડળ લઈને ઊભો હતો. બરાબર આ જ વેળાએ પ્રભુએ તેના આંગણે પગલાં પાડ્યાં.
જમાઈની સાથે ભાણું ભરવાની બાબતે મીઠી રકઝક કરતા બ્રહ્મદત્તની નજર એકાએક પ્રભુ પર પડી. નજર પડતાં જ તેના બત્રીસે કોઠે દીવા થઈ ગયા. તે ભાવવિભોર બનીને ચિંતવવા લાગ્યો કે “ઓહો! હજી તો ગઈકાલે આખા દેશના સાર્વભૌમ સ્વામી હતા એ મારા માલિક, અતિદુષ્કર વ્રત અંગીકાર કર્યા પછીના પહેલે જ દિવસે મારે ત્યાં મારાં અહોભાગ્ય જાગ્યું! ધન્ય ધન્ય બની ગયો હું તો
આવું ચિંતન કરતાં કરતાં જ, હાથમાં પકડેલા ખીરના કમંડળ સાથે તે દોડ્યો, અને પ્રભુજીની પાસે પહોંચીને હર્ષગદ્ગદ સ્વરે પ્રભુને ખીરનો ખપ કરવા વીનવ્યા.
પ્રભુએ પણ શ્રુતજ્ઞાન-બળે સર્વથા નિર્દોષ અને ખપે તેવો આહાર હોવાનું જાણીને હાથ પસાય, અને ખીરનો આહાર ત્યાં જ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org