Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 309
________________ ૩૦૦ ૨ સમરું પલપલ સુવ્રત નામ કરી કે ‘આપ સ્વયં સર્વજ્ઞ બન્યા છો; અને વળી સૌ કોઈનું કલ્યાણ કરવા માટે આપ કૃતસંકલ્પ જ છો; છતાં હું ઉત્સુકપણે એક જ પ્રાર્થના કરું છું કે હું જન્મ-જરા-મૃત્યુથી ગંધાતા આ સંસાર થકી હવે થાકી ગયો છું; સ્વામી! વિના વિલંબે આપ મને સંસારથી ઉગારો, બહાર કાઢો.’ આ પછી દેવો અને વિદ્યાધરોએ પ્રભુની સમક્ષ ગીત, નૃત્ય, નાટક વગેરે પ્રસ્તુત કરીને જ્ઞાનોત્સવની ઉજવણી કરી. તે સમાપ્ત થયા પછી, ચોંત્રીશ અતિશયો વડે શોભી રહેલા ભગવાન મુનિસુવ્રત સ્વામીએ, પાંત્રીશ ગુણોએ ઓપતી વાણી વડે ધર્મદેશના આપી. એક પ્રહર-પર્યંત ચાલેલી એ દેશનામાં પ્રભુએ, સંસારની દુઃખગ્રસ્ત વાસ્તવિક પરિસ્થિતિ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની તમામ ગતિ-સ્થિતિમાં જીવને ક્યાં ક્યાં, કેવાં કેવાં અને કેટલાં દુ:ખ -આંતક-પરિતાપ વેઠવાનાં આવે છે અને કેવી કેવી રીતે ચડ-ઉતરના ભોગ બનવું પડે છે, તેનું સવિસ્તર વર્ણન કર્યું. દુઃખમય અને અશરણ એવા આ સંસારમાં જીવને જિનેશ્વરનો ધર્મ જ તારણહાર, શરણભૂત અને સુખદાતા હોવાનું પ્રતિપાદન કર્યું. સમ્યક્ત્વની પ્રાપ્તિ, તેના ગુણો અને તે પછી સર્વવિરતિધર્મનો મહિમા તથા તેના સ્વરૂપ વિશે વ્યાખ્યાન કર્યું. પરમાત્માની આ હૃદયવેધી અને અમોઘ દેશના સમાપ્ત થતાં જ મલ્લી નામનો રાજકુમાર હાથ જોડતો ઊભો થયો, અને પોતાનો ભવનિસ્તાર કરવાની તથા પ્રવ્રજ્યા પ્રદાન કરવાની પ્રભુને વિનંતિ કરી. Jain Education International તે સાથે જ, બીજા પણ સેંકડો રાજપુત્રો, ક્ષત્રિયો, શ્રેષ્ઠીઓ અને નાગરિક મનુષ્યોએ ઊભા થઈને પોતાના હૈયામાં પ્રગટેલા વૈરાગ્યભાવની રજૂઆતપૂર્વક દીક્ષાની પ્રાર્થના કરી. તો સ્ત્રીવર્ગમાંથી પુષ્પચૂલા વગેરે રાજકન્યાઓ-સમેત સેંકડો સ્ત્રીઓએ પણ તે જ સમયે ચારિત્રધર્મ માટે વિનવણી કરી. પરમાત્માએ તે સૌને યોગ્ય જાણી તેઓની પ્રાર્થના સ્વીકારી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321