Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 313
________________ -૩૦જ સમરું પલપલ સવત નામ - અને સમવસરણ ભણી ભીની ભીની નજરે જોતો રહ્યો. થોડીક ક્ષણો પછી તે તેની જાતે જ આગળ વધ્યો. સમવસરણના તોરણવાળા ભાગ પાસે આવ્યો. ત્યાં કંઈક નવતર પ્રકારના અદ્ભુત રસનું પાન કરતો હોય તે રીતે ઊભો રહ્યો. પછી એકાએક હર્ષનો ઉછાળો આવ્યો હોય તેમ તેણે મીઠા પણ ગંભીર સ્વરે હજારવ અને હણહણાટ ક્ય. તે પછી તેણે આગલા બે પગની જાંઘને વાળીને ધરતી પર સ્થાપી, પોતે ખમાસમણાં આપવાની મુદ્રામાં નમ્યો, મસ્તક ભૂમિ પર ટેકવ્યું, અને ક્યાંય સુધી તેની તે જ સ્થિતિમાં તે આપની દેશના સાંભળતો રહ્યો. તેની ચેઓ જોઈને એમ પણ થાય કે જાણે પોતાના મનની વાત આપને નિવેદન કરી રહ્યો ન હોય! સ્વામી! એની આ બધી ચેષ્ટઓ જોતાં અમારા સૌના કુતૂહલનો પાર નથી રહ્યો. એમાં બાકી હતું તે આપે હમણાં એવું કહ્યું કે “આજે આ અશ્વ સિવાય કોઈને પ્રતિબોધ થયો નથી, એટલે એ કુતૂહલ બેવડાયું છે. મહારાજ! આપ કૃપા કરીને અમને સમજાવો કે આ બધું શું બન્યું છે? આ અશ્વ કોણ છે? અને એ શી રીતે ધર્મ પામ્યો? ભગવંતે રાજાને ઉદ્દેશીને કહ્યું : રાજન ! આ અશ્વનો પૂર્વભવ પહેલાં સાંભળ, પછી તને બધી વાતોનો તાળો મળી જશે. રાજા અને પર્ષદાઓ એકઝાન થઈને પ્રભુની વાણી પુનઃ સાંભળવા સાવધ બની ગઈ. પ્રભુએ પણ વાત માંડી : ભરત ક્ષેત્ર. પદ્મિનીખંડ નગર. ત્યાં જિનધર્મ નામે જૈન અને સાગરદત્ત નામે અજૈન – એમ બે શ્રેષ્ઠી વસે. બન્ને શ્રીમંત, ઉદાર, દાની, સરળ અને પરગજુ, સાગરદત્ત જૈન ન હોવા છતાં જિનધર્મ શેઠ સાથેની મિત્રતાને કારણે તેની સાથે દેરાસરે પણ જતો, અને અવસરે અવસરે સાધુઓને સુપાત્રદાન પણ આપતો. ક્વચિત્ સાધુભગવંતો પાસે ધર્મની વાતો પણ તે સાંભળવા બેસતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321