Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 318
________________ શ્રીમદ્રિત સ્વામી છે ૩૦૯ -- યાદ આવતાં જ તે શોકમગ્ન થઈ ગયા અને નેત્રોમાં આંસુ છલકાઈ ગયાં. પરંતુ કર્તવ્ય-પાલન અનિવાર્ય હતું. તેમણે તરત બધાં દેવદેવીઓને જાણ કરી. બધાંને સાથે લઈને પહોંચ્યા સમેતશિખર પર. બીજા ઈન્દ્રો પણ તે જ રીતે ત્યાં આવી પહોંચ્યા. બધાએ સૌ પ્રથમ પ્રભુના નિષ્ઠાણ પરંતુ અત્યંત પવિત્ર એવા દેહને વંદના તથા પ્રદક્ષિણા કરી. પછી કેટલાક ત્યાં જ પ્રભુગુણ ગાતાં-સંભારતાં ઊભા રહ્યા, તો કેટલાક કામે લાગી ગયા. અશ્રુતેને સેવક દેવો દ્વારા ગોશીર્ષ ચંદનના કાષ્ઠ મંગાવ્યાં, અન ત્રણ ચિતાઓ રચાવી : એક પૂર્વ દિશામાં વર્તુળાકારે તીર્થકરયોગ્ય; બીજી દક્ષિણ દિશામાં અને ત્રિકોણાકારે હરિવંશકુળના દીક્ષિત મુનિઓ માટે; અને ત્રીજી બાકીના સઘળા મુનિઓ માટે ચોરસ. બીજી તરફ, સૌધર્મેન્દ્ર ક્ષીરસમુદ્રનાં જળ મંગાવી તે વડે પરમાત્માની કાયાને સ્નાત્ર કર્યું. પછી ગોશીષ ચંદન વડે વિલેપન કર્યું. તે પછી ઉત્તમ હંસોજ્જવલ વસ્ત્ર પરિધાન કરાવી સઘળા અલંકારો વડે તેને અલંકૃત બનાવ્યું. અન્ય સર્વ મુનિવરોનાં શરીરોને પણ આ રીતે જ દેવોએ તૈયાર કરી દીધાં. એ પછી અચ્યતે ત્રણ ભવ્ય શિબિકાઓ બનાવરાવી. એક પરમાત્મા માટે, એક હરિવંશ કુળના મુનિવરો માટે અને એક શેષ મુનિઓ માટે. ક્રમશઃ ત્રણેમાં તે તે રીતે શરીરો પધરાવવામાં આવ્યાં, અને પછી તે શિબિકાઓને ઉપાડીને ચિતા ઉપર પધરાવવામાં આવી. પરમાત્માના શરીરને શિબિકામાં પધરાવવાનું તેમજ તેને ચિતા પર સ્થાપિત કરવાનું કાર્ય ખુદ સૌધર્મેન્દ્ર કર્યું, તો બીજી શિબિકાઓ તથા ચિતાઓ અંગેનો બધો વિધિ અન્ય દેવોએ કર્યો. આ પછી ઇન્દ્ર અગ્નિકુમાર દેવોને અગ્નિ પેટાવવાની આશા Jaih Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321