________________
૩૦૮ સમરું પલપલ સુવ્રત નામ
રાજાના મનનું આથી સમાધાન થયું.
ત્યારબાદ ભગવાન મુનિસુવ્રત સ્વામી પુનઃ અનેક ગામો, નગરો અને દેશોમાં વિચર્યા, અને અનેક જીવોના આત્મકલ્યાણમાં સબળ નિમિત્ત બનતા રહ્યા.
શિવકેતુના પ્રથમ જન્મમાં પ્રારંભેલી નિશ્ચિત ધ્યેય ભણીની તેમની ઉત્ક્રાંતિ-યાત્રા હવે પરિપૂર્ણ થવાને આરે આવી હતી.
શ્રીવર્મના જન્મમાં નિર્ધારી લીધેલું સૌનું કલ્યાણ મારે મારા હાથે જ કરવું છે' એવું ધ્યેય પણ હવે પૂર્ણપણે સિદ્ધ થઈ રહ્યું હતું. દીક્ષા ગ્રહણ કર્યાને સાડાસાત સહસ્ર વર્ષો હવે પૂર્ણ થવામાં હતાં, તો હવે આ અંતિમ જન્મનું આયુષ્ય પણ સમાપ્તિની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું હતું.
ભગવંતે પોતાની વિહારયાત્રા શ્રી સમ્મેતશિખર પર્વત તરફ લંબાવી. ત્યાં પહોંચીને, પર્વત પર આરૂઢ થયા, અને એક નિર્દોષ શિલાપટ ઉપર કાર્યોત્સર્ગ મુદ્રાએ બિરાજમાન થયા. એક મહિનાના નિર્જળ ઉપવાસરૂપે અનશન વ્રત અંગીકાર કરીને, જીવનના અંતિમ તબક્કા શ્વાસ-પર્યંત સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરી દીધો.
વૈશાખ વદિ નોમના દિવસથી પ્રારંભાયેલું તે વ્રત બરાબર જેઠ વિદ નોમે પૂર્ણ થયું, અને તે સાથે જ પરમાત્મા મુનિસુવ્રત સ્વામી પરિનિર્વાણ પામ્યા.
અન્ય એક હજાર સાધુભગવંતોએ પણ ભગવંતની સાથે જ અનશન લીધેલું, તે બધા પણ તે જ દિવસે સિદ્ધિગતિને પામી ગયા. તે સમયે પણ ચંદ્રમા શ્રવણ નક્ષત્રમાં વર્તતો હતો.
ભગવાનનું નિર્વાણ થતાં જ ઇન્દ્રોનાં આસન કંપી ઊઠ્યાં. સૌધર્મેન્દ્ર પ્રથમ તો સિંહાસનેથી ઊઠી, સાતેક ડગલાં પ્રભુ હતા તે દિશામાં જઈને વંદના કરી. પણ પછી પોતાનું હવે કરવા યોગ્ય કર્તવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org