Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 320
________________ શ્રીમુનિસુવ્રતસ્વામી ܀ ૩૧૧ પરમાત્માની ચિતાના અગ્નિમાં ભેળવવાનો નિષેધ હતો. ભગવાન મુનિસુવ્રત સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ્યું, ત્યારથી લઈને નિર્વાણ પામ્યા ત્યાં સુધીમાં, તેઓએ જે આત્માઓને ધર્મ પમાડ્યો, તેમની સંખ્યા આ પ્રમાણે જાણવી : અઢાર ગણધર; ત્રીસ સહસ્ર સાધુઓ; પચાસ સહસ્ર સાધ્વીજી; એક લાખ બોંતેર હજાર શ્રાવકો; ત્રણ લાખ ચોપન હજાર શ્રાવિકાઓ. Jain Education International સાધુઓમાં પણ કેટલાક વિશિષ્ટ હતા તે આ રીતે : ચૌદ પૂર્વધર મુનિઓ પાંચસો; વૈક્રિયલબ્ધિવંત મુનિઓ બે હજાર; વાદી મુનિઓ બારસો; અવધિજ્ઞાની અઢારસો; ચતુર્થજ્ઞાની પંદરસો; અને કેવળજ્ઞાની અઢારસો. આ બધો તો મનુષ્યજાતિનો જ પરિવાર. પરંતુ દેવો અને તિર્યંચયોનિના જે આત્માઓને બોધિબીજ પમાડ્યું હોય તેની સંખ્યા તો અલભ્ય જ ગણાય; અર્થાત્ તેવા અસંખ્ય આત્માઓ હોય. આવા અસંખ્ય આત્માઓને સન્માર્ગે ચડાવવા દ્વારા, જીવમાત્રનું કલ્યાણ કરવાના પોતાના લક્ષ્યને સિદ્ધ કરનારા, અને આપણા જેવા અસંખ્ય આત્માઓ માટે એ સન્માર્ગ કાયમી ધોરણે કંડારી જનારા ભગવાન મુનિસુવ્રત પ્રભુને ત્રિવિધ ત્રિવિધ વંદન હો! For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321