________________
– ૩૦૬ ક
સમરું પલપલ સતત નામ –
પાસે આની ફરિયાદ કરી તો તેમણે તે વાત પર લક્ષ્ય જ ન આપ્યું સાગરદત્તને આશ્વાસન પણ ન આપ્યું, અને પેલાને ઠપકો પણ નહિ.
આ ઉપરથી સાગરદત્તનું મન તે બધા પરથી ઊતરી ગયું. તેને પ્રતીતિ થઈ ગઈ કે આ બધાને જીવદયામાં કશી જ સમજણ નથી, અને રસ પણ નથી, બધા નિધૃણ છે.
આમ છતાં, અંદરથી હજી તેને સમ્યક્તનો પરિણામ નહોતો જાગેલો. અને બાહ્ય રીતે તે દાક્ષિણ્ય-વાસિત હતો, એટલે તે સાધુઓનો પરિચય રાખવો તેમને પ્રણામ કરવા, દાન આપવું વગેરે કર્યા કરતો. વધુમાં, વ્યાપાર-ધંધામાં તે મહાઆરંભી અને મહાપરિગ્રહી પણ હતો જ ધનની લાલસા અને ધંધાનો રસ – બન્ને બહુ ઘેરાં હતાં તેનામાં.
એ ભવમાં એના જીવનના અંત સુધી તે આવો જ રહ્યો. ફલત તે ત્યાં મૃત્યુ પામીને તારા અશ્વ તરીકે અવતાર પામ્યો છે.
આજે તે તારી સાથે અહીં આવ્યો, સમવસરણને તથા મને નિહાળ્યાં, દેશના સાંભળી, તેથી તેની મોહની ગાંઠ તૂટી ગઈ અને તેણે સમ્યકત્વસહિત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત અને સચિત્ત વસ્તુના ત્યાગનો નિયમ અંગીકાર કરી લીધેલ છે. અને તે દ્વારા તેણે પોતાના આત્માને ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા કલ્યાણનું પાત્ર બનાવવાની સાથે અનેક દુઃખોથી તેને ઉગારી પણ લીધો છે.
રાજનું ! આ અશ્વને પ્રતિબોધવા માટે જ હું અહીં આવ્યો છું. અને હવે પછી, આ પ્રદેશ, ભવ્ય-સમૂહમાં “અશ્વાવબોધ તીર્થ તરીકે જગતમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે.
વળી, અહીંયા સુદર્શના-દેવીના સાંનિધ્યવાળો સમળીવિહાર નામે ભવ્ય જિનપ્રસાદ પણ પ્રતિષ્ઠિત થશે.
આટલું કહીને પરમાત્મા વિરમ્યા, ત્યારે રાજા સમેત સૌ કોઈના મોંમાંથી અશ્વ પ્રત્યે “ધન્ય ધન્ય' એવા શબ્દો સરી પડ્યા.
પ્રભુ પાસેથી ઘેર પાછા ફરતાં જ રાજા જિતશત્રુએ હવે પોતાના સાધર્મિક બનેલા તે અશ્વને બંધન, સવારી, પલાણ, લગામ વગેરેથી મુક્ત કરી દીધો. તેને ખમાવ્યો પણ ખરો. વળી, નગરમાં ઢંઢેરો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org