Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 311
________________ — —– ૩૦૨ જ સમરું પલપલ સતત નામ – પ્રતિપાદન કર્યું. એનું વિશદ સ્વરૂપ સાંભળીને પુલકિત બનેલા રાજા સુવતે અને બીજા હજારો સ્ત્રી-પુરુષોએ તે જ સમયે દેશવિરતિધર્મની પ્રતિજ્ઞા ગ્રહણ કરી. તો અન્ય અનેક જીવોએ માત્ર સમ્યકત્વ જ અંગીકાર કર્યું. આ રીતે પ્રથમ સમવસરણમાં જ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, જેમાં તે દિવસે ૧૬૦૦ પુરુષો અને ૩૦૦૦ સ્ત્રીઓએ સાધુપદ પ્રાપ્ત કર્યું, અને ૭000 પુરુષો તથા ૧૧૦૦૦ સ્ત્રીઓએ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. કેટલાંક તિર્યંચ જીવોએ પણ દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો, તો ઘણા બધાં દેવ-દેવીઓએ સમ્યકત્વ ગ્રહણ કર્યું. તો, જે એક હજાર રાજપુત્રોએ પ્રભુના દીક્ષા-સમયે ગૃહત્યાગપૂર્વક પ્રભુના પગલે પગલે ચાલવાનું વ્રત સ્વીકારેલું, તે બધાએ પણ આજે સમવસરણમાં ઉપસ્થિત થઈને પ્રભુના હાથે દીક્ષા લઈ લીધી. આ પછી કેવળજ્ઞાની પરમાત્મા મુનિસુવ્રતસ્વામી ગામ-નગરદેશ-દેશાંતરોમાં વિહરતાં, પૃથ્વીતલને પાવન કરવા લાગ્યા અને અસંખ્ય આત્માઓનો ઉદ્ધાર તેમ જ ઉપકાર કરવા લાગ્યા. ભૃગુકચ્છ-ભરૂચ નગર છે. જિતશત્રુ નામે રાજા ત્યાં રાજ્ય કરે છે. ભગવાન મુનિસુવ્રતસ્વામી વિચરતા વિચરતા એકદા ભૃગુકચ્છના આંગણે પધાર્યા છે. રેવા નદીના કિનારે દેવોએ સમવસરણ રચ્યું છે, અને તેમાં બિરાજીને પ્રભુજી દેશના ફરમાવી રહ્યા છે. ભગવંતની દેશના સાંભળવા આખું ભૃગુકચ્છ ઉમટી પડ્યું છે. તો રાજાને જાણ થતાં તે પણ પોતાના રસાલા સાથે સમવસરણે આવી પહોંચ્યો છે. જોજનામિની અને સર્વ ભાષાઓરૂપે પરિણમનારી પ્રભુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321