________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
-
૩૦૧
અને સહુને સ્વહસ્તે ત્યાં ને ત્યાં દીક્ષા અર્પણ કરી.
આ બધામાં મલ્લી મુનિને જુદા તારવી પ્રભુએ “ઉત્પાદ-વ્યયધ્રૌવ્યની ત્રિપદી પ્રદાન કરી. એ પ્રાપ્ત થતાં જ બીજબુદ્ધિના સ્વામી એવા મલ્લી મુનિએ અંતર્મુહૂર્ત-સમયમાં જ દ્વાદશાંગી-પ્રવચનનું નિર્માણ કર્યું. બાર અંગ-આગમોની રચના પૂર્ણ કરીને તેઓ પુનઃ પ્રભુ સમક્ષ ઉપસ્થિત થયા, ત્યારે તેમને અનુયોગની અનુજ્ઞા આપવા માટે પ્રભુ સિંહાસનેથી ઊભા થયા.
સૌધર્મેન્દ્ર તત્ક્ષણ વાજિંત્રના નિર્દોષ તથા જયનાદો બંધ કરાવ્યા, અને પોતે દિવ્ય રત્નમય થાળમાં સુગંધી વાસચૂર્ણ ભરીને પ્રભુ સન્મુખ ઊભા રહી ગયા. પ્રભુએ ક્રમશ: ત્રણ વાર તે થાળમાંથી ચૂર્ણની મુઠી ભરી, અને સામે મસ્તક નમાવીને ઊભેલા મલ્લી મુનિના શિરે ત્રણેવાર વાસક્ષેપ કરતાં તેમણે ફરમાવ્યું કે “મલ્લી મુનિને હું સર્વ દ્રવ્યો, સર્વ પર્યાયો અને સર્વ નયપૂર્વક તીર્થની અનુજ્ઞા આપું છું.'
આ સાથે જ સમગ્ર સમવસરણ જયજયકારથી ગાજી ઉઠયું. ઈન્દ્રો સહિત સર્વ દેવોએ મલ્લી મુનિ પર વાતચૂર્ણનો પ્રક્ષેપ કરી તેમને પ્રભુના પ્રથમ ગણધર તરીકે વધાવી લીધા.
આ પછી પ્રભુજીએ નવદીક્ષિત સાધુ-સાધ્વીગણનો હવાલો મલ્લી ગણધરને સુપ્રત કર્યો.
આ આખોયે દીક્ષા-ઉત્સવ પૂર્ણ થયો કે તરત રાજા સુવત ઊભો થયો, અને પરમાત્માને વીનવ્યા કે “ભગવંત! આપે સર્વવિરતિનો કલ્યાણકારી માર્ગ પ્રરૂપ્યો, તે તો યોગ્ય જ છે; પરંતુ મારા જેવા અસંખ્ય આત્માઓ છે કે જેમને આત્માના હિતની પૂરી ખેવના હોવા છતાં, આજે ને આજે સર્વ-ત્યાગના પંથે પ્રસ્થાન કરવાની શક્તિ નથી. આવા અમારા જેવા મનુષ્યો માટે આપ ઘરમાં રહીને પણ આચરી શકાય તેવો માર્ગ ન બતાવો?
ભગવંતે રાજવીની વિનંતિ સ્વીકારી, અને શ્રાવકોચિત સમ્યક્નમૂલક બાર વ્રતોસ્વરૂપ દેશવિરતિ-ધર્મનું, ત્યાં, તે જ વખતે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org