________________
– ૨૯૮ કે
સમરું પલપલ સતત નામ
–
કર્યો.
તે જ ક્ષણે દેવતાઓએ, બ્રહ્મદરના આંગણે, સાડા બાર કોડ સોનૈયાની વસુધારા સહિત પંચ દિવ્ય વરસાવ્યા. “અહો દાન, અહો દાનની ઘોષણ પણ કરી. એ સાંભળનીને રાજા સુવ્રત દોડ્યો દોડ્યો ત્યાં આવ્યો. નગરજનો પણ ત્યાં ટોળે વળ્યા. જેમ જેમ આ દાનઘટનાની જાણ થતી ગઈ, તેમ તેમ લોકો બ્રહ્મદત્તને અને તેના સૌભાગ્યને અભિનંદી રહ્યા.
પરમાત્મા, તે પછી ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. જુદાં જુદાં નગરો, ગામો અને ભૂમિને પાવન કરતાં કરતાં બરાબર અગિયાર માસ સુધી તેમણે પોતાના આત્માને લોકોત્તર એવા આત્મિક ગુણો વડે ભાવિત કર્યા કર્યો. આત્મદષ્ટિએ અનુભવાતા દોષોનો સર્વથા ઉચ્છેદ અને આત્મસ્વરૂપમાં સહજસિદ્ધ રમણતા – આ બે લક્ષ્ય તેમણે આ સમયગાળામાં સુપેરે સિદ્ધ કર્યા.
બારમા માસના પ્રથમ પખવાડિયામાં પ્રભુ પુનઃ રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યાં નીલગુહ ઉદ્યાનમાં જ ચર્મવૃક્ષ નામના વૃક્ષ તળે તેમણે સ્થિરતા કરી, અને સાધનાના અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કર્યો.
ફાગણ વદિ બારસનો દિવસ ઊગ્યો. ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યો હતો. પ્રભુજી પણ શુક્લધ્યાનના બીજા અંશની પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. ચડતો પહોર હતો. નિર્જળા છ8-તપનું પ્રભુને પચ્ચક્ખાણ હતું.
એવે સમયે, બાહ્ય-આભ્યતંર તમામ પરિસ્થિતિઓનો સર્વાગ સંપૂર્ણ સુમેળ સધાતાં જ પ્રભુ મુનિસુવ્રતસ્વામીનાં ચાર ઘાતી કર્મો ક્ષય પામ્યાં, અને તેમને કેવળ જ્ઞાન તથા કેવળ દર્શન પ્રગટ થયાં.
કલ્યાણક એટલે આત્મિક ઉત્ક્રાંતિના શિખરે આરૂઢ થનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org