________________
- ૨૯૬
સમરું પલપલ રાવત નામ
કરાવવા • ન અનુમોદવારૂપે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા અંગીકાર કરી, અને માવજજીવના સામાયિક-વ્રતમાં પોતે આરૂઢ થયા.
દીક્ષા-કલ્યાણકનો આ વિધિ થતાં જ પ્રભુનાં જ્ઞાનાવરણ કર્મોનો વિલક્ષણ ક્ષયોપશમ પ્રગટ્યો, અને ચોથું “મન:પર્યવજ્ઞાન' નામનું, બીજાઓના મનનું જ્ઞાન કરાવનારું જ્ઞાન તેમના ચિત્તમાં આવિર્ભાવ પામ્યું.
તે દિવસે પ્રભુએ નિર્જળ એવા બે ઉપવાસનું છઠ્ઠ તપ કર્યું હતું. દીક્ષા લીધી તે દિવસે, તે તપનો દ્વિતીય દિવસ હતો.
પ્રભુએ દીક્ષા લીધી, તે જ વખતે તેમની ચરણસેવાને જ પોતાનું જીવનકૃત્ય અનુભવનારા તેમના પરમ સેવક એવા એક હજાર રાજુકમારોએ પણ, પ્રભુની જેમ જ ગૃહત્યાગ અને સંસારત્યાગ કર્યો, અને ચારિત્રના આત્મકલ્યાણકારી પંથે ચાલી નીકળ્યા.
કુશાગ્રપુર નગરનાં ઘણાં નામો હતાંરાજગૃહી નગરી, ક્ષિતિપ્રતિષ્ઠિતપુર, ઋષભપુર વગેરે અનેક નામોએ તે ઓળખાતું હતું.
પરમાત્મા મુનિસુવ્રત સ્વામીને, દીક્ષાના બીજા દિવસે તપનું પારણું હતું.
દીક્ષાનો વિધિ આટોપાયા બાદ તો પ્રભુ તે જ વૃક્ષ તળે સમસ્ત સંસારના સંગથી પર – લોકાતીત બનીને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બની ગયેલા. ઈન્દ્રાદિ દેવો તથા સુવ્રત રાજા વગેરે માનવ-સમૂહ પણ, પ્રભુને હવે બાહ્ય પ્રદેશ ત્યજીને આત્માના અગોચર પ્રદેશમાં વિહરવા લાગેલા જોઈને પોતપોતાના સ્થાનકે ચાલ્યા ગયેલા. - એ પછી બાકીનો દિવસ, આખી રાત્રિ અને બીજા દિવસના મધ્યાહ્ન સમય – એટલો વખત પ્રભુએ આત્મધ્યાનમાં પસાર ક્ય. તે પછી આહારની વેળા થતાં પોતે રાજગૃહી-કુશાગ્રનગરીમાં આહાર અર્થે સંચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org