Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 303
________________ ૨૪ સમરું પલપલ સવત નામ આ થયું પ્રભુની શિબિકાની આગળ જનારા સમૂહનું અછડતું વર્ણન. પ્રભુની પાલખીની પાછળ મદોન્મત્ત હાથીના હોદે બિરાજેલો અને વિશાળ એવી ચતુરંગ એનાથી પરિવરેલો રાજા સુવતી પોતાના પરિવાર સાથે આવી રહ્યો હતો. પુરુષસિંહ અને પુરુષોત્તમ એવા પ્રભુ મુનિસુવ્રતનાથ, આવી અસામાન્ય દીક્ષાયાત્રા દ્વારા, ફાગણ વદિ બારશના ધન્ય દિને, કુશાગ્રપુર નગરને ઓળંગીને નીલગુહા નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં અશોકવૃક્ષ પાસે શિબિકા ભૂમિ પર સ્થાપવામાં આવતાં જ પ્રભુ તેમાંથી નીચે ઊતરીને વૃક્ષ હેઠળ પહોંચી ગયા. પળનોય વિલંબ કર્યા વિના તેમણે પોતાના દેહ પરથી અલંકારો ઊતારવા માડ્યા, કુલમહત્તા સ્ત્રી પ્રભુની સન્મુખ હંસોજવલ વસ્ત્ર ધરીને સજળ નેત્રે ઊભી રહી, અને પ્રભુ દ્વારા અપાતી માળા, પુષ્પો તથા અલંકારો – બધું તે વસ્ત્રમાં ઝીલવા લાગી. પ્રભુ જેમ જેમ આભૂષણો ઊતારીને કુલમહત્તરાના પસારેલા વસ્ત્રમાં મૂકતા ગયા, તેમ તેમ કુળમહત્તરાની આંખોમાંથી આંસુની ધાર વધુ ને વધુ વેગ સાથે વહેવા લાગી. આંખમાં આંસુ, ગળામાં ડૂસકાં અને પ્રભુના સદાકાળના હવે થનારા વિજોગની વેદનાથી થરથર કાંપતી કાયાવાળી કુલમહત્તરાના મુખમાંથી તે પળે એકાએક આવાં વાક્યો સરવા માંડ્યાં: “દીકરા! તમે હરિવંશકુળના તિલક છો, અને ગૌતમ ગોત્રના અવતંસ છો; વિશુદ્ધચરિત એવા સુમિત્ર રાજાના તમે પુત્ર છો બેટા! અને શીલસુંદર એવાં મહાસતી પદ્માવતીના તમે લાડકવાયા દીકરા છો; તમે ઉત્તમ જાતિના ક્ષત્રિય છો ભાઈ! અને તમે તો ગર્ભાવસ્થાથી જ અત્યંત સુકોમળ છો, તમારા અભુત અને અલૌકિક રૂપ-લાવણ્યને લીધે તમે અત્યંત સોહામણા તો છો જ, પરંતુ તે જ કારણે સૌના મનગમતા, સૌના માટે નિરંતર દર્શનીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321