________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
છેર૯૩
—
તે પછી ક્રમશ : ૧૦૮ મસ્ત અશ્વો, ૧૦૮ મદમસ્ત ગજરાજો, અને ૧૦૮ સુસજ્જ રથો નીકળ્યાં, અને તેની પછવાડે ૧૦૮ શસ્ત્રસજ્જ અને સમાન સ્વરૂપવાળા ૧૦૮ યુવાન યોદ્ધાઓ પસાર થયા.
તેમની પાછળ જ, ક્રમશઃ વિરાટ અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ નીકળ્યાં.
તે પછી તરત જ એક સહસ્ર યોજન ઉન્નત, છત્રાહિચ્છત્રથી મંડિત એવો મહેન્દ્રધ્વજ ચાલી રહેલો જોવામાં આવ્યો.
ઈન્દ્રધ્વજની પાછળ નીકળ્યા લાખો મનુષ્યો : કોઈના હાથમાં પુસ્તકો હતાં, તો કોઈ વળી કાષ્ઠપીઠ અને કાષ્ઠક લઈને જતા હતા. ઘણાના હાથમાં તલવાર, તીર, ભાલા, શકિત જેવાં વિધવિધ આયુધો હતાં, તો ઘણા બધા જાતજાતનાં વણા આદિ વાજિંત્રો વગાડતા વગાડતાં જઈ રહ્યા હતા. વિચિત્ર વેષવાળા, વિસ્મયપ્રેરક સ્વરૂપવાળા અને હાસ્ય, કેલિ, ખેલ, નકલ, કુતૂહલ વગેરે અનેકવિધ ચેષ્ટાઓ કરનારા અગણિત મનુષ્યો પણ તેમાં સામેલ હતા. કોઈ ગાતાં તો કોઈ નાચતાં, કોઈ વિવિધ દાવ રમતાં તો કોઈ કુતૂહલપ્રેરક ભાષણો કરતાં, કોઈ વિદૂષક જેવાં નખરાં કરતાં તો કોઈ તાળીઓ પાડતાં, કોઈ શાપ આપે ને પછી તરત જ તેનું વારણ પણ કરે એવી કમાલની કરામત દેખાડતાં આમ અસંખ્ય લોકો અનેક જાતની ક્રિયાઓ અને ચેષ્ટાઓ કરતાં આ યાત્રામાં જોડાઈ ગયા હતા.
ત્યારબાદ વિવિધ વંશોના ક્ષત્રિયોનો સમુદાય નીકળ્યો, અને તેની પાછળ પાછળ સાર્થવાહ - વ્યવહારિયાઓનો સમૂહ ચાલ્યો. આ બધામાં કોઈક પગપાળા હતા, તો બીજા વળી હાથી, ઘોડા, રથ, મેના-પાલખી જેવાં વાહનો પર બેઠા હતા.
મનુષ્યોના આ અફાટ મહાસાગરમાં અસંખ્ય દેવી-દેવતાઓ પણ હળીભળી ગયાં હતાં. બધાં પ્રભુની પાલખી ફરતે વીંટળાઈ ગયેલાં, અને આકાશ ગજવી મૂકનારા જયનાદો ઉચ્ચારતાં ઉચ્ચારતાં ચાલી રહ્યા હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org