Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 304
________________ શ્રીમુનિસુવ્રતસ્વામી ૨૯૫ અને વળી સૌની અભિલાષાના વિષય પણ તમે બન્યા છો; તમારી ખ્યાતિ દિદ્દિગંતરોમાં જ નહિ, પણ દેવલોકમાં પણ પ્રસરી ચુકી છે; બેટા! હવે તમારે તલવારની ધાર પર ચાલવાની વેળા છે, અતિશય કઠોર અને કઠિન મહાવ્રતો હવે તમારે આચરવાનાં છે, અને એ માટે જાત પ્રત્યે અત્યંત કઠોર બનીને ચાલવાનું છે, તેમજ અતિશય સત્ત્વ ફોરવવાનું છે; દીકરા! તે વ્રતોનું તમે બરાબર ઘડતર કરજો; એના પાલનમાં અસામાન્ય પરાક્રમ દાખવજો; અને કદી પણ તેના પરિપાલનમાં લેશ પણ પ્રમાદ કરશો નહિ.’ કરુણરસ છલકાવતાં છતાં અત્યંત મંગલમય એવાં કુલમહત્તરાનાં આ વેણ પ્રભુએ વિનયપૂર્વક ઝીલ્યાં, અને પોતે બોલ્યા કે ‘આપ કહો છો તે બરાબર છે.’ વસ્ત્રાલંકારોના ત્યાગની પ્રક્રિયા સમાપ્ત થતાં જ પ્રભુએ પંચમુષ્ટિક કેશ-લોચ પ્રારંભ્યો. તત્ક્ષણ સૌધર્મ-ઇન્દ્ર દિવ્ય એવું ધવલ વસ્ત્ર હાથમાં ફેલાવીને પ્રભુ સમક્ષ આવી ઊભા, અને ફક્ત પાંચ જ મુઠીઓ વડે પોતાના દાઢી, મૂછ અને મસ્તકના સમગ્ર કેશપાશનો લોચ કરનારા પ્રભુએ પોતાના વાળ તે વસ્ત્રમાં મૂકી દીધા. ઇન્દ્ર પણ ભગવંત, અનુજ્ઞા માગું છું' એમ બોલતાં તે જ ક્ષણે દિવ્ય શક્તિથી ક્ષીરસમુદ્ર ૫૨ ગયા અને પ્રભુના કેશ તે સમુદ્રમાં પધરાવી પાછા ફર્યાં. પાછા ફરતાં જ તેમણે વાજિંત્રોના અને જ્યજ્યકા૨ વગેરેના થઈ રહેલા તુમુલ અવાજને શાંત કરાવ્યો, અને વિનયપૂર્વક પરમાત્મા સમક્ષ એક તરફ ઊભા રહી ગયા. Jain Education International હવે, મેઘ-ગંભીર નિર્દોષપૂર્વક પ્રભુ મુનિસુવ્રતે સૌ પ્રથમ નમો સિદ્ધાણં' પદ ઉચ્ચારીને સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા; ત્યાર પછી તેમણે કરેમિ સામાઈયં” નો પાઠ ઉચ્ચરીને સંસારના સર્વ સાવધપાપમય વ્યાપારોનો મન-વાણી-કાયા દ્વારા ન કરવા, ન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321