Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 280
________________ – શ્રીમુનિવ્રતસ્વામી ર૭૧ – હોંશે કરવા લાગ્યા. એ વાત ચાલુ હતી ત્યાં જ એક કૌતુકકારી બનાવ બન્યો. આકાશમાર્ગે વિચરી રહેલા એક ચારણ-શ્રમણ મુનિરાજ અચાનક ત્યાં ઊતરી આવ્યા, અને રાજા-રાણી સમક્ષ ધર્મલાભ' આપતાં ઊભા રહ્યા. રાજાએ તત્ક્ષણ આસન મુકાવી તે પર બેસવાની તેમને વિનંતિ કરી. મુનિ આસન પર બેઠા પછી રાજા-રાણીએ તેમને વંદન કર્યું, અને પછી રાણીએ જોયેલાં સ્વપ્નોની વાત કરી. મુનિરાજે ત્યાં જ પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો તો તેમને જે જણાયું તેથી તેઓનું મુખમંડળ પ્રસન્નતાથી ઝળહળી ઊઠ્યું. તેમણે કહ્યું : રાજ ! તમે ખરેખર બડભાગી છો. જિનશાસનનાં શાસ્ત્રોમાં આવાં સ્વપ્નોનું બહુ માહાસ્ય વર્ણવાયું છે. તીર્થંકરની માતાને જ આવાં સુસ્પષ્ટ અને સુરેખ સ્વપ્નો આવે. તમારે ત્યાં પણ તીર્થકરનો પુણ્યાત્મા જ પધાર્યો છે. - રાણી પદ્માવતી પૂરે મહિને પુત્ર પ્રસવશે. તે મોટો થઈને આસેતુહિમાચલ પૃથ્વીનો સ્વામી એવો રાજા થશે. છેવટે તે દીક્ષા લેશે, તપ તપશે, કેવળજ્ઞાન મેળવશે, અને આ ભરતક્ષેત્રની વર્તમાન જિનચોવીશીમાં વશમા મુનિસુવ્રતસ્વામી નામે તીર્થકર તરીકે જિનશાસનના પ્રવર્તક બનશે. માટે મહારાજ! તમારી રાણીએ અત્યુત્તમ ફળદાયક સ્વખો દીઠાં છે. આટલું બોલીને, હજી રાજા-રાણી કાંઈ પ્રતિભાવ વ્યક્ત કરે તે પહેલાં જ, તે મુનિરાજ આકાશમાં ઊડી ગયા અને ક્ષણાર્ધમાં તો અલોપ પણ થઈ ગયા. રાજા અને રાણી ક્યાંય સુધી હર્ષનાં આંસુ વહાવતાં અને મુનિની શ્રવણમધુર વાણીને મમળાવ્યા કરતાં ત્યાં જ ઊભાં રહ્યાં. રાજા સુમિત્રના અચરજનો કોઈ પાર નથી. તો નગરના નગરજનોનું આશ્ચર્ય પણ શમતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321