________________
- ૨૮૪ ૪ સમરું પલપલ સુત નામ -
નદી શાંત ગતિએ વહી રહી હતી. તેના બન્ને કિનારા, કાંઠે ઊગેલાં ઊભાં ઘાસનાં ઝુંડમાં ઢંકાઈ ગયા હતા. તો નદીની બે ય બાજુએ પથરાયેલાં ખેતરોના ક્યારડાઓ ઉપર ડાંગરનાં ઊંચાં ઊંચાં ડુંડાં છવાઈ ગયેલા દેખાતાં હતાં.
નગરના પાદરની શોભા વધારી રહેલાં સરસ જળાશયોનું પાણી તેમાં ખીલેલાં અસંખ્ય કમળપુષ્પો તળે દટાઈ ગયું અનુભવાતું હતું, તો દૂરસુદૂર વર્તતા ઉત્તુંગ પર્વતો પર વિકસેલી ઘેરી વૃક્ષપંકિત અને વનસ્પતિને લીધે પર્વતો જાણે વનરાજિના બનેલા ઊંચા ટેકરા હોય તેમ લાગતું હતું.
નદીમાં હંસ, સારસ અને ચક્રવાક પક્ષીઓનાં યુગલો નિબંધપણે જળવિહાર કરતાં જોવાતાં હતાં. નદીકિનારે વસાવવામાં આવેલાં ગોકુળોમાં પંચરંગી ગોધણ મુક્તપણે ચારો ચરી રહ્યું હતું. પર્વતની તળેટીના ખુલ્લા મેદાનમાં વિશાળકાય અને પહાડની નાની નાની ટેકરી જેવા ઉત્તુંગ એવા અસંખ્ય ગજરાજોનો નિવાસ હતો; તેમાં યથેચ્છ વિહરતા ગજરાજોની મસ્તી જોવી એ પણ એક લ્હાવો હતો.
આ બધી દશ્યાવલીને નીરખતાં અને તેનો આનંદ માણતાં રાજારાણી ઝરૂખે નિરાંતવા બેઠાં છે, અને બન્ને એકમેકને પોતાને મનગમતું દશ્ય “આ જુઓ, પેલું જુઓ' એમ કહીને દેખાડી રહ્યાં
ત્યાં, એકાએક વાતાવરણે પલટી મારી. કાંઈ સમજાય તે પહેલાં તો આકાશમાં ઘોર અંધારું છવાઈ ગયું. કાળા ડિબાંગ વાદળાંએ આકાશનો કબજો લઈ લીધો. આથમતો સૂર્ય અને એકાએક ચડી આવેલો મેઘ – બેની સ્પર્ધામાં છેવટે સૂર્યે જ હથિયાર મ્યાન કરવાં પડ્યાં. જો કે જતાં જતાં પણ સૂર્ય મેઘધનુષ્ય તો કર્યું જ.
વાદળો ગરજવા લાગ્યાં. વીજળીના ચમકારા આખા આકાશમાં પ્રકાશમાન બનાવવાનો ક્ષણિક આયાસ કરવા લાગ્યા. અને થોડી પળોમાં તો વરસાદ ખાંગો થઈને તૂટી પડ્યો!
રાજા-રાણી તો વિસ્ફારિત નેત્રે આ ફેરફાર જોઈ જ રહ્યાં, જોઈ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org