________________
૨૯૦ * સમરું પલપલ સુવ્રત નામ
ત્યાર પછી રાજો તે સિંહાસનને ઉત્તર દિશા સન્મુખ ફેરવાયું. અને પુનઃ પ્રભુને ત્યાં બેસાડીને શ્વેત-પીત વગેરે વર્ણના કળશો વડે એમનો અભિષેક કર્યો.
અભિષેકનો અર્થાત્ સ્નાનનો વિધિ પત્યો, એટલે પ્રભુને અલંકાર-ગૃહે લઈ જવામાં આવ્યા. ત્યાં સિંહાસન પર પૂર્વસન્મુખ પ્રભુ બિરાજ્યા, કે તરત ઇન્દ્રોએ દિવ્ય વસ્ત્રો થકી પ્રભુને અંગલૂહણાં કર્યાં. તે પછી ગોશીર્ષચંદનના રસ વડે સર્વાંગે વિલેપન કર્યું, પછી બે બે દિવ્ય દેવદૃષ્ય વસ્ત્રો પ્રભુને પરિધાન કરાવ્યાં. અને ત્યાર પછી પ્રભુના મસ્તકથી માંડીને ચરણતલ સુધીનાં સઘળાંય અંગોને, તે તે અંગને ઉચિત એવા દિવ્ય અલંકારો વડે અલંકૃત કરી દીધાં.
એ પછી કલ્પવૃક્ષનાં રૂડાં પુષ્પોની માળાઓ તેમ જ પુષ્પો વડે પ્રભુને વિભૂષિત કરવામાં આવ્યા, અને છેલ્લે છેલ્લે સુગંધથી મઘમઘતાં દિવ્ય ચૂર્ણોનો પ્રભુના દેહ ઉપર ભારે ઉમળકાભેર છંટકાવ પણ તેમણે કર્યો.
પ્રભુ સમગ્ર રીતે સજ્જ તથા અલંકૃત થઈ ગયા, તે પછી ઇન્દ્રોએ તેમનું અભિવાદન કરવા માંડયું કે, હે સ્વામી! આપ જય પામો! આપનું નિરંતર કલ્યાણ હો! હે ક્ષત્રિય-શ્રેષ્ઠ! આપ શ્રમણધર્મ અંગીકાર કરીને અજેય એવા કષાયોના તથા ઇંદ્રિયોના મહાસૈન્યના વિજેતા બનજો! આપ જિતેન્દ્રિય બનજો! ઘણા ઘણા દિવસો, મહિના અને વર્ષો સુધી ચિરકાલ પર્યંત આપ સઘળા પરીષહો તથા ઉપસર્ગોના ભય થકી ભયભીત થયા વિના વર્તજો! અને આપને ધર્મસાધનામાં સદાય નિર્વિઘ્નતા હજો !'
-
આ સાથે જ તેમણે પ્રભુ સમક્ષ વિધવિધ નૃત્યો અને નાટકો પ્રદર્શિત કરવા માંડ્યાં.
Jain Education International
તો બીજી બાજુ, રાજા સુવ્રતે પોતાના નિષ્ણાત સેવક ગણ પાસે તાબડતોબ અપરાજિતા નામની એક ભવ્ય શિબિકાનું નિર્માણ કરાવ્યું. પચીસ ધનુષ્ય પહોળી, પચાસ ધનુષ્ય લાંબી, છત્રીસ ધનુષ્ય ઊંચી અને એક હજાર મનુષ્યો દ્વારા જ ઉપાડી શકાય તેવી તે
For Private & Personal Use Only
www.jainelibrary.org