________________
——- ૨૮૬ છે
સમરું પલપલ સવત નામ
-
જિન-વંદના કરી રહ્યા.
પુનઃ સિંહાસનારૂઢ થયા પછી ઈન્દ્રને ખ્યાલ આવ્યો કે ,નવરાતિ-દીક્ષાના પુનિત પંથે પ્રયાણ કરતાં તીર્થકર એક વર્ષ સુધી વાર્ષિક દાન આપે, અને તેને માટે ધનની જોગવાઈ ઈન્દ્ર કરે.
આ ખ્યાલ આવતાં જ ઇન્દ્ર કુબેર યક્ષને બોલાવ્યા, અને આજ્ઞા ફરમાવી કે રાજર્ષિ મુનિસુવ્રતના ભંડારમાં ત્રણ અબજ, અઠ્ઠાસી કરોડ અને એંસી લાખ સ્વર્ણમુદ્રાઓ તત્કાલ ભરી દો.
ઇન્દ્રની આવી ઉત્તમ આજ્ઞા પામીને યક્ષરાજને આનંદ આનંદ થઈ ગયો. વિનયપૂર્વક તે આજ્ઞા શિરોમાન્ય કરી, અને તિર્યક જંભક દેવો દ્વારા શીધ્રપણે ઈન્દ્ર સૂચવેલો ધનરાશિ મુનિસુવ્રત રાજાના ખજાનામાં ઠલવાવી દેવરાવ્યો.
આ બધું પરમ જ્ઞાની અહંદુ મુનિસુવ્રતથી અજાણ્યું કેમ રહે? તેમણે પણ, ખજાનો સંપૂર્ણતયા છલકાયાનો નિશ્ચય થતાં જ નગરમાં પડહ વગડાવ્યો અને ઘોષણા કરાવી કે “રાજા મુનિસુવ્રત વર્ષીદાન શરૂ કરી રહ્યા છે. જે પણ મનુષ્યને જેની પણ અપેક્ષા હોય તે રાજાજી પાસે વરદાનરૂપે વાચી શકે છે. તેની અભિલાષા અવશ્ય પૂર્ણ થશે.”
બીજા દિવસનો સૂર્યોદય થતાં જ પ્રાત:કાર્યથી પરવારી ગયેલા મહારાજ મુનિસુવ્રતે દાનકર્મ આરંભ્ય, છેક મધ્યાહ્ન સુધી દાનનો ક્રમ અખ્ખલિતપણે ચાલતો રહ્યો. આ દરમિયાન, અનેક મુસાફરો, પરદેશીઓ, કાપડની ફેરી ફરનારા, માંદા, દરિદ્ર, ગરીબ, યાચકો, અનાથજનો, કૌટુંબિકો, દેવાના ચક્કરમાં ફસાયેલા જનો, ધનની લાલસાવાળા સંઘરાખોર તેમજ કૃપણ મનુષ્યો અને બીજા અનેક લોકો - ત્યાં દાન યાચવા તથા લેવા માટે આવ્યા, અને રાજવીએ તે તમામ જનોને સંતોષ્યા; તેમનું મનવાંછિત મોંમાંગ્યું દાન આપી આપીને બધાયને સુખી કરી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org