________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
܀
૨૮૫
જ રહ્યાં.
પરંતુ ખરું કૌતુક તો ત્યાર પછી સર્જાયું. વરસાદ એકાદ ટિકા જેવું વરસ્યો હશે, ત્યાં તો અકસ્માત જ વંટોળિયો ફૂંકાવો શરૂ થઈ ગયો. વંટોળિયો આવતાં જ વરસાદ તો બંધ પડ્યો જ, પણ કાળાં કાળાં વાદળાં પણ મેદાન છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યાં. ગણતરીની પળોમાં તો આકાશ ચોખ્ખું ચણાક! વંટોળિયો પણ વાદળાંની પાછળ પાછળ જ ચાલ્યો ગયો.
મુનિસુવ્રત રાજવીના હૃદયમાં સંધ્યાના ઘડી-બે ઘડીમાં જ બદલાયે ગયેલા ત્રણ ત્રણ રંગો જોઈને કાંઈક અવ્યક્ત એવી ઉથલપાથલ મચી ગઈ. એ આ બધું નીરખતાં નીરખતાં ગંભીર ચિંતનમાં ગરકાવ થઈ ગયાઃ સંસારનું સ્વરૂપ પણ આવું જ નથી? ક્ષણમાં મનગમતાંનો સંયોગ સર્જાય, તો બે ક્ષણ પછી જ તેનો વિયોગ પણ થવાનો જ. સંયોગ સુખદાયક લાગે છે, અને વિયોગ વસમો પડે છે. જેવું સંયોગ-વિયોગનું તેવું જ સુખ-દુઃખનું પણ સમજવું પડે. ક્યારે સુખ સાંપડશે, ને કઈ પળે તે ટળી જશે કે દુઃખમાં ફેરવાઈ જશે, તેની કોને કલ્પના આવે છે?
વસ્તુતઃ સંસાર છે ત્યાં સુધી આ જ પરિસ્થિતિમાં જીવવાનું રહે છે. સાચું, નિર્ભેળ અને શાશ્વત સુખ તો માત્ર મુક્તિપદ્દમાં જ સંભવે છે. માટે મારે હવે તેની પ્રાપ્તિનો ઉદ્યમ આદરવો જોઈએ.
Jain Education International
R
હજી તો આવો મનોરથ તેમના ચિત્તમાં ઊગ્યો જ છે, ત્યાં તો તેનાં અદીઠ આંદોલનો જાણે સ્વર્ગલોક સુધી પહોંચી ગયા હોય તેમ એકાએક શક્રેન્દ્રનું સિંહાસન કંપાયમાન થવા માંડ્યું.
અચંબો પામેલા ઇન્દ્રે જ્ઞાનનો ઉપયોગ કર્યો, તો ખ્યાલ આવ્યો કે તીર્થં ૨ મુનિસુવ્રતનો દીક્ષામહોત્સવ ઊજવવાની વેળા હવે આવી લાગી છે.
ઇન્દ્ર હરખી ઊઠ્યા. તીર્થંકરના હાથે હવે વિશ્વકલ્યાણકારી ધર્મમાર્ગ રચાશે તેની કલ્પનાએ તેમનું હૈયું ગદ્ગદ બન્યું. તે ઊભા થયા, અને સાતેક ડગલાં તીર્થંકરની દિશામાં જઈને અહોભાવપૂર્વક
For Private & Personal Use Only
www.jainelibrary.org