Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 290
________________ – શ્રીમુનિસુવ્રતસ્વામી ૨૮૧ - બાળકુમાર કહે : કલાચાર્ય છે આ ભાઈ? તો તો જરૂર જઈશ. પણ પિતાજી, એમની રજા હોય તો મારે કાંઈક પૂછવું છે; પૂછું? રાજાએ સમંતિ આપી, તો ઉપાધ્યાયે પણ હકારમાં ડોકું હલાવ્યું. એટલે કુંવરે ઉપાધ્યાય સામે નજર નોંધીને પૂરી ઠાવકાઈ સાથે શાસ્ત્રોના અતિકઠિન પ્રશ્નો પ્રસ્તુત કરવા માંડ્યા. આ પ્રશ્રો એવા હતા કે જેનો ઉકેલ મેળવવાની ઉપાધ્યાયની વર્ષોની મથામણ પણ વ્યર્થ ગયેલી. એ જ બધા પ્રશ્નો એકાએક સામે આવ્યા, અને તે પણ એક મુગ્ધ શિશુના મોઢે, એટલે ઉપાધ્યાય તો સ્તબ્ધ થઈ ગયા. કાપો તો લોહી ન નીકળે, એવી તેમની હાલત થઈ પડી. પરંતુ કુમાર તો કુમાર જ હતાઃ ભારે વિચક્ષણ, પૂરા વિવેકી, અને સંપૂર્ણ સમયજ્ઞ. તેમણે બહુ જ ચતુરાઈથી, ઉપાધ્યાયનું ઓછું ન દેખાય તે રીતે વાત વાળી લીધી; પોતે છેડેલા પ્રશ્નોના “આનો અર્થ આવો થઈ શકે છે ખરો? આનો ઉકેલ આમ ન આવી શકે?’ - આવા પ્રશ્નો દ્વારા જ ઉકેલ કહેતાં જઈને તેમણે ઉપાધ્યાયને માનહાનિમાંથી ઉગારી લીધા. ઉપાધ્યાય પણ ખેલદિલ આદમી હતો. તેને તો આજ સુધી નહિ સમજાયેલા અગણિત અટપટા કોયડાનો આમ અનાયાસે ઉકેલ જડી આવ્યાનો પરિતોષ થઈ રહ્યો હતો. તો સાથે સાથે તેને તેમ જ રાજાજીને આથી પ્રતીતિ પણ મળી ગઈ કે રાજકુમાર સ્વયંબદ્ધ આત્મા છે. તેને પાઠશાળાએ ભણવા લઈ જવો તે તો મોરનાં ઈંડાં પર ચિત્રકામ કરવા જેવું જ કે પછી એક ભિખારીના હાથે ધનકુબેરને શ્રીમંત બનાવવાની ચેષ્ટા જેવું જ બની રહે. રાજાને ઘડીભર તો ભારે ભોંઠપનો અનુભવ થયો. આથી ધીરે રહીને કુંવરે જ વાત વાળી : પિતાજી! આ કલાચાર્યને કેમ બોલાવ્યા છે? રાજાને કળ વળવા માંડી હતી. તેમણે આ તક ઝડપી લીધી ને કહ્યું: બેટા! એમના મનમાં આ બધી શંકા-સમસ્યાઓ વર્ષોથી અણઉકલી પડેલી, તેથી મેં તેમને જણાવ્યું કે તમે અહીં આવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321