________________
૨૮૦ ૦ સમરું પક્ષપક્ષ વત નામ
છતાં તેઓ સામાન્ય બાળકની માફક જ રમત-ગમત તથા આનંદપ્રમોદમાં ભળી જતાં, તેનું એક જ કારણ ઃ માતા-પિતાની પ્રસન્નતા. આઠ વર્ષની વયે તે પહોંચ્યા કે પિતાએ તેમના માટે યોગ્ય કલાગુરુની તલાશ આદરી. મારો કુંવર શ્રેષ્ઠ કલાચાર્ય પાસે શ્રેષ્ઠ રીતે બધી કળાઓ તથા વિદ્યાઓ શીખે, તેવી રાજાજીને ભારે હોંશ. તેથી તેમણે એક દિવસ નગરના સર્વશ્રેષ્ઠ મનાતા કલાચાર્યને પોતાને ત્યાં બોલાવી મંગાવ્યા.
કલાચાર્ય આવ્યા છે. રાજાએ ઉચિત આસને તેમને બેસાડ્યા છે અને પછી તેમની યોગ્યતા તથા ક્ષમતાની ચકાસણી રાજા કરવા માંડ્યા છે.
•
બરાબર તે જ ટાંકણે બાળ મુનિસુવ્રત ત્યાં આવી ચડ્યા. આવ્યા એવા સીધા રાજાની ગોદમાં ચડી ગયા. રાજાએ પણ બધું પડતું મૂકીને કુમારને છાતીસરસા ચાંપ્યા, માથું સૂંધ્યું અને વ્હાલ કરતાં કરતાં થોડીવાર રમાડ્યા.
હવે મુનિસુવ્રત તો તીર્થંકર હતા, અને જ્ઞાનબળે બધું જ જાણી શકતા હતા. પોતાના માટે આ ભાઈને તેડ્યા છે, અને હવે પોતાને તેમની શાળામાં મૂકવાનો પિતાજીનો ઇરાદો છે, તે પણ તેમનાથી અજાણ્યું નહોતું જ.
પરંતુ તીર્થંકર જ્યાં સુધી ગૃહવાસમાં હોય ત્યાં સુધી, બધું જ જાણતા કે જાણી શકતા હોય તોય, તેમનો વ્યવહાર સામાન્ય મનુષ્યોચિત જ રહે છે. એટલે તેમણે પોતાનો આશય સીધેસીધો પ્રગટ ન થવા દીધો. પણ બાળસુલભ મીઠી મીઠી બોલીમાં બોલતાં તેમણે પિતાને પૂછ્યું : હેં પિતાજી! આ મહાનુભાવ કોણ છે ? આપણે તો એમને કદી દીઠા નથી! નવા લાગે છે, નહિ? કોણ છે? ક્યાંથી પધાર્યાં છે?
રાજાજીએ લાડ કરતાં કરતાં કહ્યું : બેટા! એ તો આપણા નગરના શ્રેષ્ઠ કલાચાર્ય છે. તને હવે તેમને ત્યાં બધી કળા અને વિદ્યા શીખવા માટે મોકલવાનો છે. ઈશ ને બેટા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org