Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 287
________________ ૨૭૮ સમરું પલપલ સતત નામ કરાવ્યાં. બાર દિવસના જન્મ-મહોત્સવનો પ્રારંભ કરાવી, તે ઉત્સવ દરમ્યાન કોઈ પણ નાગરિકને ત્યાં રાજાના સૈનિકો જપ્તી માટે, દંડ માટે કે તેવા અન્ય કોઈ પણ પ્રયોજન માટે ન જાય તેવો પ્રબંધ કરાવ્યો. સઘળો રાજપરિવાર અને આખુંયે નગર – બધું જ જાણે કે ઉત્સવમય અને આનંદમગ્ન બની ગયું - એ દિવસોમાં. બાર દિવસના જન્મોત્સવમાં પહેલા દિવસે રાજાજીએ સ્થિતિપાલન આચર્યું. અર્થાતુ પુત્રજન્મ બાદ નાલછેદન વગેરે જે ક્રિયાઓ કરવી પડે તથા કુળમયદાને અનુસરીને જે આચરવાનું હોય તે બધું કર્યું. આમાં, વસ્તુતઃ તો બધી કરણી દેવીઓ અને દેવો દ્વારા થઈ જ ગઈ હતી, છતાં રાજાજીએ ઔપચારિક રીતે તે બધું કર્યું હોય તેમ સમજી શકાય. ત્રીજા દિવસે તેમણે બાળ-પ્રભુને ચંદ્ર અને સૂર્યના દર્શનનો વિધિ કરાવ્યો. - છઠ્ઠા દિવસે તેમણે આખી રાત્રિ ધર્મજાગરણ કર્યું. આનો અર્થ એવો થઈ શકે કે, “નવજાત બાળકના લલાટે, જન્મથી છટ્ટે દહાડે વિધાતા લેખ-છઠ્ઠીના લેખ- લખવા આવે એવી લોકોક્તિ છે; એટલે એ રાતે ઉંઘતા રહીએ તો અવળા લેખ લખાઈ જાય, તેને બદલે જાગતાં રહેવું અને તેમાં પણ ધર્મચિંતન તથા આરાધન જ આખી રાત કરવું કે જેથી બાળકના લેખ સવળા ને સારા લખાય' – આવી કોઈ ધારણા આ ધર્મજાગરણના રિવાજ પાછળ હોય તો ના નહિ. અગ્યારમે દિવસે જન્મોચિત સઘળાંયે કાર્યો આટોપાઈ ગયાં, એટલે બારમે દિવસે તેમણે સ્વજન-સજ્જન-સમુદાયને એકત્ર કર્યો, જમાડ્યો, અને તે પછી બધાયને બેસાડીને તેમણે જણાવ્યું કે જે દિવસે આ બાળક પદ્માવતી દેવીના ઉદરમાં આવ્યો, તે દિવસથી દેવીને મુનિવરોનાં વંદન કરવાની અને તેમને સુપાત્રદાન દેવાની સતત તીવ્ર રુચિ વર્ચા કરી છે, અને તેની સાથે સાથે શ્રાવકનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321