________________
- ૨૭૬ ૪
સમરું પલપલ સવત નામ
અન્ય તમામ ઈન્દ્રો તથા દેવ-દેવીઓ સીધાં ત્યાં પહોંચ્યા. ત્યાં વિસ્તારથી તે સૌએ પરમાત્માનો જન્માભિષેક મહોત્સવ કર્યો, જેનું વર્ણન હેરત પમાડે તેવું અને છતાં હૈયામાં અનેરો ભક્તિભાવ સરજી આપે તે પ્રકારે થયું છે.
એ સમગ્ર વિધાન પૂર્ણ થતાં જ, જે રીતે ભગવંતને લઈ આવેલા. તે જ રીતે પાછા ઘેર લઈ જઈ માતાની ગોદમાં સ્થાપી દીધા, અને પ્રતિબિંબ તથા નિદ્રા પાછો ખેંચી લીધાં. - નવજાત પરમાત્મા વસ્ત્ર-આભૂષણો વડે અલંકૃત તો થયેલા જ હતા, તેમ છતાં ઇન્દ્ર બે દિવ્ય વસ્ત્રો તથા દિવ્ય કુંડલ ત્યાં. ઓશીકા પાસે સ્થાપ્યાં, બાળ-ભગવંતને રમવા માટે એક લટકતો સુવર્ણમય અને રત્ન-ખચિત દિવ્ય ફૂલ-દડો બંધાવ્યો.
એ પછી બત્રીસ ક્રોડ સોનૈયા વગેરેની કુબેર દેવ દ્વારા વૃષ્ટિ કરાવી. અને છેલ્લે સેવક દેવો દ્વારા નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે તીર્થકર અને તેની માતા – આ બેનું કોઈએ બૂરૂં ચિંતવવું પણ નહિ; જે તેવી કોઈ પણ અયોગ્ય ચિંતા કે ચેષ્ટા કરશે, તેના મસ્તકના તે જ ક્ષણે સાત ટુકડા થઈ જશે.
આમ જન્માભિષેકની સઘળીય પ્રક્રિયા અત્યંત ઓછા સમયમાં પણ દિવ્ય ત્વરા તથા ચપળતાથી આટોપીને ઈન્દ્રો સપરિવાર નંદીશ્વર દ્વિીપે ગયા, અને ત્યાં અંજની પર્વતો પર વર્તતાં શાશ્વતાં જિનાલયોમાં અષ્ટાહ્નિકા મહોત્સવ ઊજવી પછી સૌ સ્વસ્થાને ગયા.
અને હવે વારો આવે છે મનુષ્યોનો.
દેવોએ કરેલ જન્મોત્સવ સમાપ્ત થતાં જ રાજભવનમાં સળવળાટ શરૂ થયો.
સૌ પ્રથમ માતા પદ્માવતી જાગ્યાં. પોતાના લાલનું અલંકૃત સ્વરૂપ તથા અન્ય સર્વ પદાર્થો તથા પરિસ્થિતિ જોતાં જ દેવોની આ બધી લીલા હોવાનું તે સમજી ગયાં, અને મનમાં ને મનમાં !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org