________________
૨૦૪ સમરું પલપલ સુવ્રત નામ
અપરાજેય આધિપત્ય સ્થાપી શકે તેવી ચેતનાના સદેહે પ્રાગટ્યનું પ્રથમ ઉજમણું ‘પ્રકૃતિ’ જ કરે.
એ પછીની ઉજવણીનો અધિકાર દેવોનો હોય છે. પ્રકૃતિના પરમ સ્વામી એવા પરમાત્માનો જન્મ થતાં જ તેમની આત્મગત ઊર્જાનો એક પ્રચંડ વિસ્ફોટ થાય છે, જેના અદશ્ય-અશ્રાવ્ય મોજાં અથવા તો કલ્યાણકારી કિરણોત્સર્ગ બ્રહ્માંડના ઊર્ધ્વ-મધ્ય-નિમ્ન એ ત્રણેય અંશોમાં પથરાઈ જાય છે; અને એના પ્રભાવે એક તરફ સમગ્ર જડ-ચેતન સૃષ્ટિમાં, ઉપ૨ વર્ણવાયું તેમ, અવર્ણનીય આનંદાદ્વૈતનો ક્ષણિક અનુભવ થવા લાગે છે, તો બીજી તરફ દેવલોકના દેવો, દેવીઓ તથા ઇન્દ્રોનાં આસનો કંપાયમાન થવા લાગે છે. આસનકંપની જવલ્લે જ બનતી વિલક્ષણ ઘટના દ્વારા દેવલોકમાં જાણ થાય છે કે પરમાત્માનું પ્રાગટ્ય પૃથ્વી ઉપર ક્યાંક થયું છે, અને આપણે તેને વધાવવા તથા ઊજવવા જવાનું છે. આનો ક્રમ આ પ્રમાણે હોય છે :
સૌ પહેલાં દિક્કુમારિકાઓ તરીકે ઓળખાતી છપ્પન દેવીઓનાં આસન કંપે છે. તે જ્ઞાનબળે જિનેશ્વરનો જન્મ થયાનું જાણીને તત્કાળ પોતાના પરિવાર સાથે પોતપોતાના વિભિન્ન સ્થાનકોએથી આઠ-આઠ અને ચાર-ચારની સંખ્યામાં જન્મસ્થળે આવી પહોંચે છે.
તે દેવીઓનો અધિકાર જન્મ-ક૨ણી અર્થાત્ જેને દાયણની ક્રિયા કહી શકાય તે કરવાનો હોય છે.
માતા અને પરમાત્માને વંદન-સ્તવન, નાલ-છેદન, સ્નાન-મર્દનવસ્ત્રાલંકારોનું પરિધાન વગેરે વિધિ કરીને તેઓ લઘુ હિમવાન નામે પર્વત પરથી મંગાવેલા ગોશીર્ષચંદનના કાષ્ઠનું દહન કરવાપૂર્વક ભસ્મ બનાવી, તેમાંથી રક્ષાપોટલી બનાવીને તે જિનેશ્વરના હાથે બાંધે : તેમને કોઈની કુદૃષ્ટિ વગેરે ન નડે તેવા કોઈ આશયથી જ તો. પછી બે પાષાણ-ગોળા હાથમાં પકડી, તીર્થંકરના કાન પાસે લઈ જઈ પરસ્પર બન્નેને અળાવે અવાજ પેદા થાય તે રીતે, અને ભગવાનને કહે : આ ગોળા તો પર્વતનું પ્રતીક છે, તમે પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org