________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૭૩
સઘળા શુભ ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવાયા છે, તો બધા જ પાપગ્રહો છાનામાના અગિયારમા સ્થાનકે બેસી ગયા છે. મકર રાશિનો ચંદ્રમા શ્રવણ નક્ષત્રના ત્રીજા અંશમાં પ્રવેશતો આકાશમાં દીપી રહ્યો છે.
આખુંયે નગર અને સમગ્ર રાજભવન મીઠી નીંદરના આશ્લેષમાં લપેટાઈ ગયું છે.
આવા સમયે, રાણી પદ્માવતીએ, પ્રસૂતિની લેશ પણ પીડાનો અનુભવ કર્યા વિના, સુખમય રીતે પુત્રને જન્મ આપ્યો.
વૈડૂર્ય અને મરકત રત્ન જેવો નીલો વાન ધરાવતાં તે પુત્રનો જન્મ થયો, તે પળે સંસારના સર્વ જીવો એક અવર્ણનીય એવી અલૌકિક શાતાનો અનુભવ પામ્યા; નિગોદના એકેન્દ્રિય આત્માઓ તથા નરક-લોકના દુઃખતપ્ત જીવાત્માઓ પણ તે પળે અકથ્ય સુખ સંવેદી રહ્યા!
અખિલ બ્રહ્માંડમાં પ્રકાશનો એક ફુવારો પળભર માટે ઉછળી
રહ્યો
પંખીઓએ ય જ્યના મંગલ કલરવથી ધરાતલ ગજવી મૂક્યું. મીઠો, શાંત અને વળી અનુકૂળ પવન સર્વત્ર વાઈ રહ્યો.
વૃક્ષો, ફૂલછોડો અને વનરાજિ એકાએક પલ્લવિત થઈને મહોરી ઊઠી. ખેતરોમાં અકાળે જ ધાન્યનાં કણસલાં લચી પડ્યાં. સરોવરોમાં પાણી ઉભરાતાં લાગ્યાં અને વિધવિધ કમળ જાતિઓ પણ ખીલી ઊઠી.
ટૂંકમાં તીર્થંકરના પ્રાગટ્ય સાથે સચરાચર સમગ્ર સૃષ્ટિ આનંદ અને સુખનું અનેરું અદ્વૈત અનુભવી રહી.
Jain Education International
ત્રિભુવનને પોતાની કલ્યાણકાંક્ષા દ્વારા છલકાવી દેનારા જિનેશ્વરના જન્મ-કલ્યાણકની સર્વપ્રથમ ઉજવણી પ્રકૃતિ' દ્વારા થાય. અને વાત પણ વાજબી છે. બાહ્ય અને અત્યંતર પ્રકૃતિ ઉપર
For Private & Personal Use Only
www.jainelibrary.org